વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં ભાયલી ગામના પૂર્વ સરપંચે આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 50,000ના રોકડનાં ઇનામની જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલે જણાવ્યું હતું કે, હું સૌને વિનંતી કરું છું કે, ભાયલી ખાતે સગીર યુવતી સાથે જે દુષ્કર્મની ઘટના બની તે સંદર્ભે આપણી કોઈની પાસે કોઈ પણ માહિતી હોય તો આપ મને અથવા ભાયલી પોલીસ સ્ટેશનમાં આપી શકો છો. હું આપને ખાતરી આપું છું, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી સાથે જે 2 યુવાનો આ ઘટના પહેલા સ્થળ છોડીને ભાગી ગયા હતા, તે યુવાનોને પણ આ વીડિયોના માધ્યમથી વિનંતી કરું છું કે, તમે આગળ આવીને આરોપીઓ સબંધિત માહિતી મને અથવા પોલીસને આપો. મળતી માહિતી મુજબ પોલીસ આપને પૂરતો સહકાર આપશો. સચોટ માહિતી આપનારને મારા તરફથી 50,000 રૂપિયાની ઈનામી રાશી આપવામાં આવશે. એક આરોપીએ ગોલ્ડન ફ્રેમવાળા બ્રાઉન ગ્લાસના ચશ્મા પહેરેલાં હતાં તેમજ બીજા આરોપીએ કાનમાં કડી-બુટ્ટી પહેરેલી હતી. આપ સૌને આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે.
સમાજ માટે આ ઘટના ખૂબ શરમજનક તેઓએ જણાવ્યું હતું કે, 16 વર્ષની સગીરા પર જે દુષ્કર્મની ઘટના બની છે તે સમાજ માટે ખૂબ જ શરમજનક છે. આ ઘટના ભાઈ ગામની ધરતી પર બની છે જેથી એમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આરોપીઓ પાસે સ્પ્લેન્ડર કે પેસન જેવી બાઈક હતી.
3 નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું
16 વર્ષની સગીરા શહેરના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ગેંગરેપ બાદ નરાધમો 16 વર્ષીય સગીરા અને તેના મિત્રને ધમકાવી મોબાઈલ ઝૂંટવી લઇ ભાગી છૂટ્યાં હતાં. તાલુકા પોલીસ મથકથી માત્ર બે જ કિમીના અંતરે આ ઘટના બની હતી. ઘટનાના પગલે દોડતી થયેલી પોલીસને ઘટનાના 48 કલાક થવા આવ્યા છતાં આ બળાત્કારીઓને પકડવાનું તો દૂર હજુ સુધી તેમની ઓળખ પણ કરી શકી નથી.
પરિવારજનો આ ઘટના અંગે ફરિયાદ નોંધાવાઈ હતી
વડોદરાના ગોરવા રોડની સગીરા ઘરેથી ગરબા રમવા માટે નીકળ્યા બાદ રાત્રે 12 વાગ્યાના અરસામાં મિત્ર સાથે ભાયલીમાં અવાવરુ જગ્યા પર બેઠી હતી. જ્યાં બાઇક પર ધસી આવેલા 3 યુવકોએ દાદાગીરી કરી બંનેને ધમકાવી મિત્રને પકડી રાખ્યો અને 16 વર્ષીય સગીરા ઉપર ત્રણે આરોપી તૂટી પડ્યા હતા અને લાંબા સમય સુધી ગેંગરેપ કર્યો હતો. અ બાદમાં ત્રિપુટી સગીરાનો મોબાઇલ લઈ ફરાર થઈ ગઇ હતી. બાદમાં સગીરા મિત્ર સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના પરિવારજનો પણ આવ્યા બાદ ઘટના અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ગેંગ રેપની ઘટના અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ પોલીસ ટીમોને તપાસમાં જોતરી છે.
પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે
વડોદરા જિલ્લા પોલીસ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો હાલ આરોપીઓને શોધવામાં લાગી છે, પોલીસ સીસીટીવી, કોલ ડીટેલ અને મદદથી હ્યુમન સોર્સની મદદથી આરોપીને શોધી રહી છે. જોકે, પોલીસને હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી.
Source link