GUJARAT

Kadi: દેલ્લા ગામના ફાર્મ હાઉસમાંથી 59 જુગારી ઝડપાયા, અમદાવાદના સૌથી વધુ શખ્સો

કડીના દેલ્લા ગામની સીમમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અહીંથી 59 જુગારીઓને કુલ 59.09 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલાઓમાં સૌથી વધુ શખ્સો અમદાવાદના છે.બાવલુ પોલીસ મથકના ડી સ્ટાફ્ની ટીમ પંથકમાં પેટ્રોલિંગમાં હતી.

તે સમયે બાવલું પોલિસને બાતમી મળી હતી કે, દેલ્લા ગામની સીમમાં સૈયદ ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. જેથી બાવલું પોલીસે ટીમો બનાવી રેડ કરી 59 જુગારીઓ રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી હાઈપ્રોફાઇલ કારો સહિત રૂ.59,09,100નો મુદામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા હાઈપ્રોફાઇલ જુગારધામમાં મોટાભાગનાં જુગારીઓ અમદાવાદનાં રહીશો હોવાનું ખૂલવા પામ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button