સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી અપાયેલી સૂચના મુજબ RTO કચેરીમાં ટુ-વ્હિલર પર આવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સહિત રોબજરોજ લાઇસન્સ કે વાહનના કામ માટે આવતા અરજદારો માટે બુધવારથી હેલમેટ ફરજિયાત કરાયું હતું. પ્રથમ દિવસે હેલમેટ ન પહેરીને આવેલા 25 અરજદારો દંડાયા હતાં.
આરટીઓ ઇન્સ્પેક્ટરોએ 25 કેસ કરીને કુલ 59,600નો દંડ સ્થળ પર વસૂલ્યો હતો. હાલ પ્રત્યેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરાઈ રહ્યું છે. તેની સામે આરટીઓનો સ્ટાફ 100 ટકા હેલમેટ પહેરીને આવ્યો હોવાનો દાવો કરાયો છે. પરંતુ કેટલોક સ્ટાફ હેલમેટ પહેર્યા વગર આવ્યો હોવા છતાં દંડ વસુલાયો ન હોવાનો અરજદારોએ રોષ ઠાલવ્યો હતો. ગુરુવારે પણ હેલમેટ ન પહેરનાર સામે ડ્રાઇવ ચાલુ રહેશે. જેથી વિવાદ વકરવાની શક્યતા છે.
Source link