GUJARAT

Gandhinagar: RTO દ્વારા બે માસમાં 313 ચાલકોને 6.23 લાખનો દંડ

ગાંધીનગર આરટીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને પાઠ ભણાવવા સઘન કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત છેલ્લા બે મહિનામાં જ 2802 વાહન ચાલકોને 60,46,511 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

જેમાં નવેમ્બર મહિનામાં 1309 ચાલકોને 32.10 લાખ જ્યારે ઓક્ટોબર મહિનામાં 1493 વાહન ચાલકોને 28.36 લાખનો દંડ કરતાં મેમો પકડાવાયા હતા. છેલ્લા બે મહિનામાં ઓવરસ્પીડમાં જતાં 313 ચાલકોને કુલ 6.26 લાખનો દંડ કરાયો છે. ઓક્ટોબર મહિનામાં 163 ચાલકોને 3.26 લાખ જ્યારે નવેમ્બર મહિનામાં 150 ચાલકોને 3 લાખનો દંડ કરાયો છે.

ટ્રાફિકના નિયમોનું ભંગ કરતાં વાહન ચાલકો સામે પગલાં લેવા ગાંધીનગર આરટીઓ દ્વારા સમયાંતરે ખાસ કામગીરી કરાય છે. ત્યારે ARTO ડી. બી. વણકરના માર્ગદર્શનમાં આરટીઓની ટીમ દ્વારા નવેમ્બર મહિનામાં 1309 વાહન ચાલકોને 32.10 લાખનો દંડ કરતાં મેમો પકડાવાયા હતા. જેમાં 662 વાહન ચાલકો દ્વારા 8.74 લાખનો દંડ ભરી દેવાયો છે. જ્યારે 647 વાહન માલિકો પાસેથી 23.35 લાખની રિકવરી પેન્ડિંગ છે. જે અંતર્ગત ઓવરલોડ ભરીને ફરતાં 119 વાહનોને 13.21 લાખનો દંડ કરાયો હતો, જેમાં 4 વાહનોનો 22 હજાર દંડ જમા થયો છે, જ્યારે 115 વાહનોની 12.99 લાખ રિવકરી પેન્ડિંગ છે. એ જ રીતે ઓવરડાયમેન્શન વાળા 38 વાહનોને 1.42 લાખ દંડ, પરમીટના 9 કેસમાં 82,500 દંડ, સીટબેલ્ટ વગરના 17 કાર ચાલકોને 8,500 દંડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગરના 185 વાહન ચાલકોને 4.62 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગર ફરતાં 207 વાહન ચાલકોને 2.16 લાખ, પીયુસી વગરના 277ને 1.38 લાખ, વિમા વગરના 103 હવાનોને 2.06 લાખ, નો પાર્કિંગમાં વાહન મુકનારા આઠને 4 હજાર જ્યારે ભયજનક રીતે વાહન ચલાવતા 12ને 33, 500 દંડ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ વગરના 32 ટુ વ્હીલર ચોલકોને 16 હજાર જ્યારે ડાર્કફિલ્મ લગાવીને ફરતાં 32 કાર ચાલકોને 16 હજારના મેમો પકડાવાયા હતા. એટલું જ નહીં ત્રણ સવારીમાં ફરતાં 11 ટુ વ્હીલર ચાલકોને પણ 1,100નો દંડ કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રેશન વગર કરતાં 16 વાહનોને 22 હજાર દંડ, ફીટનેસ વગરના 44ને 1.97 લાખના મેમો પકડાવાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button