દિવાળી વેકેશનમાં લોકોનો હરવા-ફરવાનો ભારે ક્રેઝ આ વર્ષે એસટી નિગમને ફળ્યો છે. નિગમના ઇતિહાસમાં પહેલી વખત તા.4-11-2024ના રોજ 1,27,648 મુસાફરોએ ટિકિટ બુક કરાવતા નિગમને 2,84,68,756ની જંગી આવક થવા પામી છે. જેમાં મોબાઇલના માધ્મયથી 81,794 લોકોએ ટિકિટ બુક કરાવી 1.75 કરોડ રૂપિયાનું ભાડાપેટે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું.
દિવાળી વેકેશનમાં તા.26 થી 30 ઓક્ટોબર દરમિયાન એસટી નિગમને 8,409 એકસ્ટ્રા ટ્રીપો દોડાવી હતી. જેમાં 3.90 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી નિગમને 6.90 કરોડની આવક થવા પામી હતી.
અમદાવાદ શહેરમાં તા.1થી 4 નવેમ્બર દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેનમાં કુલ 3,07,895 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી મેટ્રોને 36 લાખની આવક થવા પામી હતી. દિવાળી વેકેશનને લઇને હજુ પણ અમદાવાદથી ઉપડતી ઉત્તર ભારતની ટ્રેનો હાઉસફૂલ જઇ રહી છે. અમદાવાદથી પટના, ગોરખપુર, પ્રયાગરાજ, વારાણસી, હાપા-મડગાંવ, હાવડા, ચંદીગઢ, ઋષિકેશ, જોધપુર, દિલ્હી તરફની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.
Source link