- લેહમાં અકસ્માતને કારણે સ્થળ પર અરેરાટી ફેલાઈ
- મુસાફરોથી ભરેલી બસ રોડ પરથી લપસીને ખીણમાં પડી
- ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
લદ્દાખના લેહમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરોથી ભરેલી બસ રોડ પરથી લપસીને 200 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં લગભગ 6 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
હોસ્પિટલમાં લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ
લેહમાં અકસ્માતને કારણે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્યારે દુર્બુક પહોંચતા 3 કિલોમીટર પહેલા આ અકસ્માત થયો હતો. આ બસમાં લગભગ 27 લોકો સવાર હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ
અકસ્માતમાં 22 ઘાયલ લોકોને લેહની SNM હોસ્પિટલ અને આર્મી હોસ્પિટલમાં લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘટના અંગે માહિતી આપતા લેહના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવે જણાવ્યું કે, શાળાના કર્મચારીઓને લગ્ન સમારોહમાં લઈ જવામાં આવી રહ્યા હતા.
ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
બસમાં સવાર તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે બસનું સંતુલન ખોરવાઈ ગયું, કોઈ કંઈ સમજે તે પહેલા જ ડરબુક વિસ્તારમાં મુસાફરોથી ભરેલી આખી બસ ખાઈમાં પડી ગઈ. ખાઈની ઊંડાઈ લગભગ 200 ફૂટ હોવાનું કહેવાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ કર્મચારીઓએ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મુસાફરોના પરિવારજનોને જાણ કરવામાં આવી
અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં બૂમો પડી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. આ અંગે તમામ મુસાફરોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
Source link