SPORTS

6,6,6,6,6,6..! આયુષ બદોનીમાં આવી યુવરાજ સિંહની આત્મા! મેદાનમાં કર્યો સિક્સનો વરસાદ, Video

  • યુવા સ્ટાર આયુષ બદોની હાલ દિલ્હી પ્રિમિયર લીગ રમી રહ્યો છે
  • આયુષ બદોની સાઉથ દિલ્હી સુપરસ્ટારનો કેપ્ટન છે
  • યુવા સ્ટારે ઓલરાઉન્ડર પ્રદર્શનથી બધાને દિવાના બનાવ્યા

યુવા સ્ટાર આયુષ બદોની હાલ દિલ્હી પ્રિમિયર લીગ રમી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ લખનૌ સુપર જાયન્ટ્સના એ જ 24 વર્ષના સ્ટાર ઓલરાઉન્ડરની જેણે છેલ્લી 2 IPL સિઝનમાં ધૂમ મચાવી હતી. બદોની હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહ્યો છે. અહીં તે સાઉથ દિલ્હી સુપરસ્ટારનો કેપ્ટન પણ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગઈકાલે (17 ઓગસ્ટ 2024) સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને પુરાની દિલ્હી વચ્ચે અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અહીં યુવા સ્ટારે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બધાને દિવાના બનાવી દીધા હતા.

આયુષ બદોનીએ કરી શાનદાર બેટિંગ

અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં બદોનીએ પોતાની ટીમ માટે પ્રથમ બોલિંગ કરી અને કુલ 4 ઓવર ફેંકી. દરમિયાન, તેણે 6.75ની ઇકોનોમી પર 27 રન ખર્ચીને 1 સફળતા હાંસલ કરી. જ્યારે તેનો બેટિંગ કરવાનો વારો આવ્યો ત્યારે તેણે 196.55ના સ્ટ્રાઈક રેટથી માત્ર 29 બોલમાં 57 રનની અડધી સદી ફટકારીને પોતાની ટીમને જીતની ઉંબરે પહોંચાડી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 1 ફોર અને 6 શાનદાર સિક્સ જોવા મળી હતી.

પૂરાની દિલ્હી માટે અર્પિત રાણાની ફિફ્ટી

મેચના પરિણામની વાત કરીએ તો, અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા પુરાની દિલ્હીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. અર્પિત રાણા ટીમ માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. તેણે 143.90ના સ્ટ્રાઈક રેટથી 41 બોલમાં 59 રનની અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગા આવ્યા હતા.

સાઉથ દિલ્હીની થઇ જીત

બદોનીની આગેવાની હેઠળની સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટીમે વિપક્ષી ટીમે આપેલા 198 રનના લક્ષ્યાંકને 5 બોલ બાકી રહેતા 7 વિકેટના નુકસાને સરળતાથી હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન બદોની સિવાય પ્રિયાંશ આર્યએ પણ 30 બોલમાં 57 રનની અમૂલ્ય ઇનિંગ રમી હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button