દ્વારકામાં ભયાનક અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે ઘટના બની છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
દ્વારકામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત થયા છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે ઘટના બની છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે.
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા
હાલમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા રાજ્ય મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
સુરતના બારડોલીમાં બસ ચાલકે બાઈક સવારને લીધો અડફેટે
સુરતના બારડોલીમાં સ્કૂલ બસે બાઈક સવારને અડફેટે લીધો હતો, જેમાં બાઈક પર સવાર બે યુવકો પૈકી એકનું મોત થયું હતું. બારડોલીના પણદા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. વશિષ્ઠ શાળાની બસે આ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બસમાં સવાર 15 વિદ્યાર્થીઓ સલામત છે.
નવસારીમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત
નવસારીમાં નશામાં ધૂત કારચાલકે મોટો અકસ્માત સર્જ્યો હતો. નશામાં ચૂર કારચાલકે બાઈકસવારને ઉડાવ્યો હતો અને રસ્તે ચાલતા અન્ય રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. શહેરના બંદર રોડ ઉપર નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો કે કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને લોકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે હવે કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Source link