ખાલી અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો ગયો છે,છેલ્લા એક અઠવાડીયામાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં વ્યાજખોરોના ત્રાસથી લોકોએ જીવન પણ ટૂંકાવી દીધું છે.અમદાવાદમાં એક જ વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી 7 લોકએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,સંકલન બેઠકમાં ધારાસભ્યએ પ્રશ્ન કરતા આંકડા સામે આવ્યા છે.
પોલીસ સ્ટેશનોમાં આવે છે રોજ અરજી
આ સમગ્ર મામલે અમદાવાદની વાત કરવામાં આવે તો 49 પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની 328 અરજીઓ આવી છે,પોલીસે 59 અરજીઓમાં ફરિયાદ નોંધી છે.ઓઢવમાં 3, રિવરફ્રન્ટ વેસ્ટ વિસ્તારમાં 1 ,વાસણા, વાડજ, કૃષ્ણનગરમાં 1-1 વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.સોલા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 39 અરજીઓ આવી છે.સોલા પોલીસે માત્ર એક જ ફરિયાદ દાખલ કરી છે,તો ઓઢવ પોલીસ સ્ટેશનમાં 28 અરજીમાં 5 ફરિયાદ નોંધાઇ છે.બીજી તરફ કૃષ્ણનગર પોલીસમાં 6, વસ્ત્રાપુરમાં 4 અરજીઓ આવી છે,વાસણા, ચાંદખેડા, ઇસનપુરમાં 3-3 અરજીઓ આવી છે.
અમદાવાદમાં પણ વ્યાજખોરોને લઈ પોલીસની મુહીમ
સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ ફરિયાદ નોંધાઈ હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.
નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય એની તકેદારી રાખવા સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય એની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ પેટી મૂકાઈ
અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ વિસ્તારમાં મોટા ચાર રસ્તાઓ હોય ત્યા વાયાજખોરોને લઈ પેટી મૂકવામાં આવી છે,આ પેટીમાં જે પણ લોકોએ રૂપિયા લીધા હોય વ્યાજખોરો પાસેથી અને તે લોકો વધુ રૂપિયાની માંગણી કરતા હોય તો પેટીમાં વ્યાજખોરનું નામ અને અરજદાર તેનો મોબાઈલ નંબર લખીને ચિઠ્ઠી મૂકી શકે છે જેથી કરીને પોલીસ અરજદાર અને વ્યાજખોર સુધી પહોંચી શકે.
Source link