શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે એસ્ટેટ વિભાગની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારમાં આજે પણ ઘણાં સ્થાનો પર ડિમોલિશનની અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી હતી.
વસ્ત્રાલના ટીપી. સ્કીમ 105માં રામજી મંદિર ચાર રસ્તાથી ત્રિકમ નગર સોસા. થઈ કોસમોસ વિલા સુધીના 24 મી. ટી.પી. રોડ પર વર્ષો જૂના બાંધકામને વારંવાર AMC તરફથી નોટિસ આપવામાં આવી હતી. જેના પર એસ્ટેટ વિભાગ દ્વારા શુક્રવારે રામોલ પોલીને સાથે રાખીને 70 રહેણાંક મકાન, 6 કોર્મશિયલ દુકાન સહિતનો 18 હજાર ચો.મીટરનો કબ્જો મેળવ્યો છે. જેના સાથે જ 750 મીટરનો જંગી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનોને અવરજવરમાં પણ સરળતા થશે.
આ ઉપરાંત વિરાટનગર, રામોલ-હાથીજણ, અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા, ઓઢવ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રસ્તા પર રહેલા નાના મોટા 2 શેડ, 65 જેટલા બોર્ડ-બેનર, 91 પરચુરણ માલ-સામાન અને 6 લારીઓને હટાવવામાં આવી છે. જ્યારે રામોલ-હાથીજણમાં અપૂરતી ગ્રીન નેટ લગાવવા બદલ રૂ.50 હજારનનો ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે વાહનોને લોક મારીને રૂ. 10,200 ચાર્જ લેવામાં આવ્યો છે. આ સાથે જ રસ્તા પરથી દબાણ દૂર થવાના કારણે લોકોને ટ્રાફિકમાંથી પણ રાહત મળી શકશે.
Source link