GUJARAT

Ahmedabad: બોડકદેવ, ગોતા, થલતેજ, જોધપુર વિસ્તારોમાં 325 કરોડના ખર્ચે 78 નવા રોડ

શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાથી લઇ રોડ ધોવાઇ જતાં કેટલાક વિસ્તારોમાં તો વાહન ચાલકોને કમર સહિતના દુખાવો વધી ગયા હતાં. શહેરીજનો ઊબડખાબડવાળા રોડથી લોકો ત્રાસી ગયા હતાં.

મ્યુનિ. હોદ્દેદારોની રજૂઆતો બાદ કમિશનરે દિવાળી પહેલા સૌથી ઉબડખાબડ ધરાવતા રોડની યાદી તૈયાર કરી તે વિસ્તારોમાં પ્રાયોરિટીમાં કામગીરી શરુ કરવા સૂચના આપી હતી. જેના પગલે બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, થલતેજ, જોધપુર, મણિનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં 325 કરોડના 78 રોડ નવા બનશે. રોડની કામગીરી શરૂ કરી દેવાઇ છે. પરંતુ નવરાત્રીમાં હેરાનગતિ ના થાય તે રીતે AMC રોડ વિભાગની કામગીરી કરવા કમિનરે સૂચના આપી છે. મ્યુનિ. ઉચ્ચઅધિકારીઓ કહ્યું કે, દિવાળી પહેલા સાતેય ઝોનમાં રોડ બનશે. જેમાં સૌથી વધુ નવા રોડ પિૃમ ઝોનમાં પાલડી, વાસણા, નવરંગપુરા, સ્ટેડિયમ, નારણપુરા, સાબરમતી, ચાંદખેડા વોર્ડમાં16 રોડ બનશે. પરંતુ સૌથી વધુ ઉતરપિૃમ ઝોનના થલતેજ, બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ગોતા સહિતના વોર્ડમાં 42 નવા રોડ બનશે.

દિવાળી પછી દરિયાપુર સહિતના વિસ્તારોમાં રોડ બનશે

દિવાળી પછી દરિયાપુર, વિરાટનગર, ચાંદલોડિયા અને સરખેજ વિસ્તારમાં રોડ બનશે. રોડની કામગીરી આગામી જૂન સુધી ચાલશે. એટલેકે આ સહિતના અન્ય બાકી રહેલા વિસ્તારોમાં રોડની કામગીરી દિવસ અને રાત્રિના સમય ચાલશે.

કોઇ લાપરવાહી બહાર આવશે તો સ્થળ પર જ પગલા ભરાશે

રોડની કામગીરી દરમિયાન મ્યુનિ. કમિશનર ઓચિંતી તપાસ કરશે. રોડની કામગીરીમાં કોઇ લાપરવાહી બહાર આવશે તો સ્થળ પર જ પગલાં ભરાશે. રોડની ફરિયાદોને ધ્યાનમાં રાખી મ્યુનિ. કમિશનરે અધિકારીઓને પણ સતત ચકાસણી કરવા સૂચના આપી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button