GUJARAT

Surendranagar: વગડિયાની સીમમાંથી 8.89 લાખની ખનીજ ચોરી ઝડપાઇ

મુળી તાલુકાના વગડીયા ગામની સીમમાં ખનીજ વિભાગ દ્વારા રેડ કરતા બે ઉંડાકુવામાંથી ખનીજચોરી કરતા સમયે મુદામાલ જપ્ત કરી 8.89 લાખની ખનીજચોરી ઝડપી 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી છે.જયારે થાન પી.આઈ.ની ટીમે ચેકિંગ દરમ્યાન માત્ર 3200 રૂ.દંડ વસુલી કાર્યવાહી હાથ ધરી હતી.

હવે ખનીજ વિભાગ ડ્રોન કેમેરાથી સીમ વિસ્તારમાં ચેકિંગ કરે એવી માંગ ઉઠી છે. થાનગઢ-મુળી પંથકમાં અઠવાડિયાથી ખાણખનીજ વિભાગ દ્વારા સતત રેડ કરી લાખો રૂપિયાની ખનીજચોરી ઝડપતી હોવા છતાય ખનિજમાફ્યિા ખનીજચોરી ચાલુ રાખી ખુલેઆમ ડમ્પરો ભરી નીકળતા હોવાથી તંત્રને પડકાર આપતા હોય એવો માહોલ દેખાય છે.ત્યારે કલેકટર રાજેશ તન્નાના આદેશ મુજબ ખનીજ અધિકારી જગદીશ વાઢેર,માઇન્સ સુપરવાઈઝરની ટીમે મુળી તાલુકાના વગડીયા ગામની સીમમાં ચેકિંગ કરતા બે ઉંડા કુવામાં ખનીજચોરી ઝડપી લીધી હતી.બે કુવા ઉપરથી કાર્બોસેલ,ચરખીઓ,ટ્રેક્ટર અને ક્મ્પ્રેશર શહિતનો મુદામાલ જપ્ત કરી 8.89 લાખની ખનીજચોરી ઝડપી વગડિયાના સંજય ભુપતભાઈ,સોમા બિજલભાઈ અને બકા ચોથાભાઇ શહિત ત્રણ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મુળી પોલીસ ચલાવી રહી છે.

આમ ખનીજ વિભાગ દ્વારા સતત રેડ કરવા છતાય ખનીજચોરી બંધ થતી નથી ત્યારે ખાણખનીજ,સ્થાનિક પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા આ વિસ્તારના ગામડામાં અને હાઈવે ઉપર સંયુક્ત ટીમ સાથે ચેકિંગ કરાય તો મોટાપાયે ખનીજચોરી ઝડપી શકાય છે.બીજી તરફ્ રાજકોટ રેન્જ આઈ.જી.અશોક યાદવે થાન મુળી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી અને ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપતા હવે પોલીસ આઈ.જી.ના આદેશનું કેટલું પાલન કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.સાથે થાન પી.આઈ.ખાંટ,પી.એસ.આઈ.શહિત પોલીસની ટીમેં વાહન ચેકિંગ દરમ્યાન માત્ર પ ભારે વાહનો ઝડપી 3200 રૂ. જ દંડ વસુલતા દેખાડા પુરતી કામગીરી કરાઈ હોવાનું લાગી રહ્યું હતું.

કડક કાર્યવાહીના આદેશ : રેન્જ આઈ.જી.

રાજકોટ રેન્જ આઈ.જી.અશોક યાદવે જણાવેલ કે થાન મૂળી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી,ડમ્પરોમાં હેરાફેરી અટકાવવા પોલીસને કડક આદેશ આપી દેવાયા છે.

ડર નથી કે હમ સબ એક હૈ

ખનીજ વિભાગ સતત રેડ કરી લાખોની ખનીજચોરી ઝડપે છે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરે છે એમ છતાય ખનીજચોરી ચાલુ રહેતી હોવાથી કાતો ખનીજમાફ્યિાને થાન-મુળી પોલીસ મામલતદારનો ડર નથી કે પછી હમ સબ એક હૈ એવું લાગી રહ્યું છે.

તંત્ર સક્રિય બને તો ખનીજચોરી અંકુશમાં આવે

થાનગઢ-મૂળી વિસ્તારમાં અગાઉની જેમ ડ્રોન કેમેરાથી ગામડાની સીમમાં ચેકિંગ કરાય તો સ્થાનિક તંત્રની મિલીભગતનો પર્દાફશ થઈ શકે જેથી ખનીજવિભાગ ડ્રોનથી ચેકિંગ કરે એવી સમગ્ર વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button