દેશ બહાર જતા યુવાધન અંગે શિક્ષણમંત્રીનું નિવેદનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે 8 લાખ વિધાર્થીઓ બહાર ભણવા જાય છે. બાદમાં ત્યાં મોડી મોડી કંપનીઓના CEO બને છે. ગુજરાતી CEO જોઈને આપણે ફુલાઇ જઈએ છીએ પણ આ ફુલાવવાનો નહીં પણ ચિંતાનો વિષય છે. આપણે અહીં એ પ્રકારનું વાતાવરણ ન આપી શકીએ?’
આજે કોઈ શાળા કે કોલેજના વર્ગખંડમાં જઈને પૂછીએ કે…કોને વિદેશ જવાની ઈચ્છા છે ? તો લગભગ 50 ટકા વિદ્યાર્થીઓને વિદેશ જઈ કારકિર્દી બનાવવાનું સ્વપ્ન છે. આજે વિદેશ જવાનો જાણે વાયરો ફુંકાયો છે. હોશિયાર વિદ્યાર્થીઓને જ વિદેશ જવું છે તેવું નથી…હોશિયાર વિદ્યાર્થી નથી તેને પણ વિદેશ જવું છે. આર્થિક રીતે ખર્ચને પહોંચી વળે તેમ નથી તેમને પણ ગમે તેમ કરી ભારતની બહાર જતું રહેવું છે. શહેરની સાથે ગામડાના યુવાનોએ પણ વિદેશની વાટ પકડી છે. ભારતની મૂડી એવા યુવાધનની મોટે પાયે હિજરત શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રશ્ન થાય છે કે શા માટે ભારતનું યુવાધન વિદેશ તરફ્ દોડી રહ્યું છે ? સરકારે, સમાજે, માતા-પિતાએ અને શાળા-કોલેજે પણ આ બાબતે વિચારવાની જરૂર છે. જોકે દેશ બહાર જતા યુવાધન અંગે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
દેશ બહાર જતા આપડા યુવા ધન અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે 8 લાખ વિધાર્થીઓ બહાર ભણવા માટે જતા રહે છે. બાદમાં ત્યાં મોડી મોડી કંપનીઓના CEO બને છે. આપડે એ કંપનીઓના ગુજરાતી CEO જોઈ ને ફુલાઇ જઈએ છીએ…આ ફુલાવવાની નહી પણ ચિંતાનો વિષય છે. આપડે અહીં આ પ્રકાર નું વતાવરણ ન આપી શકીએ. આ વાત પરથી લાગી રહ્યું છે કે શિક્ષણ વ્યવસ્થામાં હજુ પણ સુધારા લાવવાની જરૂર છે.
70ના દાયકાથી વિદેશ જવાની માનસિકતા!
વર્ષોથી લોકો અભ્યાસ, નોકરી અને ધંધા-વ્યવસાય માટે વિદેશ જાય છે. પરંતુ, લગભગ 70ના દાયકાથી વિદેશ જવાની માનસિકતા વધી છે. વિદેશ જતા રહેવાની વાતને બ્રેઇન ડ્રેઈન કહેવામાં આવે છે કારણ કે, હોશિયાર લોકો દેશ છોડીને જતા રહે છે, તેને કારણે દેશને નુકસાન છે. સાથે-સાથે સામાજિક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરિણીત યુવાધન પણ હવે વિદેશ જવા માંગે છે. એકના એક દીકરા પણ મા-બાપને છોડી વિદેશ જાય છે…જેનાથી હવે ભારતમાં સિનિયર સિટિઝન એકલા થતા જાય છે. જેમ ગામડાઓમાં માત્ર ઘરડા મા-બાપ છે. તેમ હવે શહેરમાં પણ ડોલરની રાહ જોતા ઘરડા મા-બાપ અસુરક્ષાની ભાવના સાથે જીવતા હશે… આ પ્રશ્ન વિકરાળ થતો જશે. વિદેશમાં ઠલવાતા યુવક-યુવતીઓની સંખ્યા ખૂબ મોટી થતી જાય છે. ત્યાં પણ વિદ્યાર્થીઓની ડિસિપ્લીનના પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષણના ખર્ચને પહોંચી વળવા બાળક ઉપર પ્રેશર હોય છે. ત્યારે ગેરકાયદેસર નોકરી કે ન કરવાના કામ કરવા કે જીવનના રાહમાંથી ભટકી જવાના દાખલા બનવા લાગ્યા છે. ડ્રગ્સ કે લૂંટફટમાં પણ હવે યુવાધન ફસાવવા લાગ્યું છે.
આરોગ્ય, શિક્ષણ કે પછી અન્ય સુવિધાઓ માટે સરકારશ્રીની ઘણી સારી યોજનાઓ છે. પરંતુ, તેનો લાભ બધાને મળી શકતો નથી. વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશિપ મળે છે. પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પછી નોકરી માટે વિચારવું પડે તેવી બાબત છે. મફ્ત અનાજ કે ખાતામાં થોડી રકમ જીવવા માટે રાહત આપે છે. પરંતુ, જીવનમાં સુખી થવાના સ્વપ્ન આપી શકે તેમ નથી…તેથી જ યુવાધનને ભારતમાં તેનું ભવિષ્ય દેખાતું નથી…આધારકાર્ડમાં થોડો ફેરફર કે પાનકાર્ડમાં કોઈ સુધારો કે સરકારી તંત્ર પાસે કોઈ કામ પડે ત્યારે ગરીબ માણસને હજુ પરસેવો પડે છે. કામ તો થઈ જાય છે પરંતુ, દેશના નાગરિક તરીકે લાચારીનો અનુભવ કરે છે, એટલે બાળકો ભલે વિદેશ જાય તેવી માનસિકતા વાલીની પણ બને છે. નાત-જાત કે ધર્મ-કોમના ભેદભાવ અને વારંવાર તોફનો લોકોને નથી ગમતા…સતત ટેન્શનમાં રાખે તેવા પ્રચારને કારણે લોકો અસલામતી અનુભવે છે. તેને કારણે સલામત જીવન માટે ગરીબ કે શ્રીમંત બધા પરિવારો દીકરા-દીકરી વિદેશ જતા રહે તેવું ઈચ્છે છે. આ કારણ જો સાચું હોય તો ચિંતાનો વિષય છે.
વિદેશ જવાની દોડનું બીજું મહત્ત્વનું કારણ
વિદેશ જવાની દોડનું બીજું મહત્ત્વનું કારણ વિદ્યાર્થીઓની માનસિકતા બની છે, બધા જાય છે એટલે મારે પણ જવું છે. ઠેર-ઠેર એજન્ટોની ઓફ્સિો ખૂલી છે. વિદેશની કોલેજોમાં એડમિશન માટે વિઝા માટે માત્ર શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ એજન્ટો કામ કરી રહ્યા છે. માતા-પિતાને પૂછયા વગર ઘણા બાળક જ કાર્યવાહી શરૂ કરી દે છે. વિદેશના આકર્ષણનું એક કારણ યુવાધનને થોડી સ્વતંત્રતા જોઈએ છે. પોતાની રીતે જીવવું છે. બે પેઢી વચ્ચેનું અંતર ખૂબ વધી રહ્યું છે. તેને ફ્રીડમ જોઈએ છે જે તેને વિદેશમાં મળશે એટલે ઘણા યુવાનો વિદેશ જવા માટે હઠ કરીને બેઠા છે.
નવી શિક્ષણનિતિમાં કૌશલ્ય ઉપર ભાર…
નવી શિક્ષણનિતિમાં કૌશલ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે…દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ખોલવાનું કાર્ય શરૂ થયું છે. શિક્ષણની ગુણવત્તા સુધારણા પ્રયાસ થાય છે પરંતુ, વર્ગખંડમાં વિદ્યાર્થી સુધી પહોંચતા નથી. પરિણામે ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ન મળે તો સ્વરોજગારી ઊભી કરી શકે તેવી ક્ષમતા દેખાતી નથી. આજકાલ યુવાનો નોકરીને જ સર્વસ્વ માને છે. વિદેશમાં માત્ર નોકરી કરવા જ જાય છે. ભારતમાં ક્લાર્ક કે સિક્યુરિટીમેનની નોકરી નથી કરવી તે યુવક-યુવતીઓ વિદેશમાં હોટલ કે મોટેલમાં કામ કરવા તૈયાર થાય છે. કારણ ભારતમાં સામાજિક વાતાવરણ નથી…કામ કોઈ નાનું હોતું નથી…તે માનસિકતા ભારતે સમાજજીવનમાં કેળવણી પડશે. વિદેશમાં કોણ શું કામ કરે છે તેની પંચાયત કોઈ કરતુ જ નથી…તેથી યુવાધન વિદેશ તરફ્ દોડી રહ્યું છે. બેકાર રહીશું તો સમાજ શું કહેશે ? તેવા સામાજિક ડરથી પણ વિદેશ જવું છે.
કાનમાં કહું..
દેવું કરી વિદેશ તરફ્ની આંધળી દોડ, પરિવારને મુશ્કેલીમા મૂકી શકે છે.
Source link