GUJARAT

Ahmedabad: ખાનગી હોસ્પિટલોમાં 50હજાર જેટલા દર્દીઓમાંથી તાવના રોજના 8હજાર કેસ

અમદાવાદ શહેરમાં અત્યારે રોગચાળો વકર્યો છે, શહેરની અંદાજે એક હજાર જેટલી ખાનગી હોસ્પિટલોમાં હોસ્પિટલ દીઠ અંદાજે 35થી 50 જેટલા દર્દી સારવાર માટે આવી રહ્યા છે, આમ 50 હજાર જેટલા દર્દીઓ પૈકી 8 હજારથી વધુ દર્દીઓ તાવ, ભારે તાવ સહિતની ફરિયાદો સાથે આવી રહ્યા છે,

આ ઉપરાંત ડેન્ગ્યૂ, ચિકન ગુનિયા, મેલેરિયાના કેસ પણ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહિ પરંતુ ઓપીડીમાં આવતાં આ દર્દીઓમાંથી 10થી 12 ટકા જેટલા દર્દીને વધુ સારવાર માટે દાખલ કરવા પડે છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ સાથે સંકળાયેલા તબીબોના કહેવા પ્રમાણે હાલ ભારે તાવ, ડેન્ગ્યુ સહિતના કેસનું પ્રમાણ વધ્યું છે. એકંદરે રોગચાળો ફેલાતાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવાયો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં રોજના 50 હજારથી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે. મચ્છરજન્યની સાથે પાણીજન્ય રોગચાળાના કેસો પણ સામે આવ્યા છે, એટલું જ નહિ પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફલૂના કેસ નિયંત્રણમાં હતા પરંતુ હવે છૂટકછૂટક કેસ એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે સ્વાઈન ફલૂને લઈ સાવચેત રહેવા માટે નિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને પણ ભારે તાવના રોજના 130થી 150 જેટલા કોલ્સ મળતાં હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button