કબૂતરબાજી કાંડમાં બોબી પટેલના સાગરીત પંકજ પટેલને ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે આજે SMCએ આરોપી પંકજ પટેલને કોર્ટમાં રજૂ કર્યો હતો અને આરોપીના રિમાન્ડ માગ્યા હતા.
આરોપી બોબી પટેલનો સાગરીત છે પંકજ પટેલ
નામદાર કોર્ટે વિવિધ દલીલોના આધારે આરોપી પંકજ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. SMCએ વધુ તપાસ માટે પંકજ પટેલના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે સમગ્ર કબૂતરબાજી કાંડની તપાસ SMCની ટીમને સોંપાઈ હતી. આરોપી પંકજ પટેલ કબૂતર કાંડના માસ્ટર માઈન્ડ બોબી પટેલનો ભાગીદાર છે અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં પંકજ પટેલ માસ્ટર માઈન્ડ છે.
વિદેશ જવા ઈચ્છુકો પાસેથી રૂપિયાની ડીલ કરતો હતો પંકજ પટેલ
વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી રૂપિયાની ડીલ આરોપી પંકજ પટેલ કરતો હતો. પંકજ પટેલે અગાઉ અમેરિકાની ટ્રીપ કરેલી છે અને બીજી વખત પંકજ પટેલની હિસ્ટ્રીના આધારે શિકાગો એરપોર્ટથી પરત મોકલેલો છે. કબૂતર બાજીના આરોપી પંકજ પટેલ પર 25,000 રૂપિયા ઈનામ રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલાની તપાસ SMC કરી રહ્યું છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 9 આરોપીઓની ધરપકડ
તમને જણાવી દઈએ કે બોબી પટેલ કબૂતરબાજી કાંડમાં ગઈકાલે SMCએ મોટી કાર્યવાહી કરી હતી અને આ કેસમાં સામેલ વધુ એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. બોબી પટેલના સાથી પંકજ પટેલની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે વારાણસી પાસેથી પંકજ પટેલની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે આરોપી પંકજ પટેલ છેલ્લા 22 મહિનાથી ફરાર હતો. SMCની ટીમને આરોપી પંકજ પટેલ પાસેથી પાસપોર્ટ અને મોબાઈલ મળી આવ્યો છે અને કેટલીક રોકડ રકમ, અમેરિકન ડોલર અને કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
Source link