NATIONAL

Kumbh Mela 2025ને લઈ રેલવેની તૈયારીઓ પૂરજોશમાં, દોડાવશે 992 સ્પેશિયલ ટ્રેન

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો ગણાતા કુંભ મેળાની તૈયારીઓ રેલવે વિભાગે પૂરજોશમાં શરૂ કરી દીધી છે. 12 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં આ વિશાળ ધાર્મિક મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં અંદાજિત 30 કરોડથી 50 કરોડ ભક્તો એકઠા થશે.

મુસાફરોની સુવિધાઓ માટે રૂપિયા 933 કરોડ ખર્ચ કરવામાં આવશે

ભારતીય રેલ્વે આ માટે તૈયારી કરી રહ્યું છે અને તેને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે ભારતીય રેલ્વે કુંભ મેળા 2025 માટે શ્રદ્ધાળુઓ માટે રેકોર્ડ સંખ્યામાં ટ્રેનો, આધુનિક ટ્રેક અને વધારે સારી સુવિધાઓ આપવા માટે તૈયાર છે. રેલ્વે તરફથી મળતી માહિતી મુજબ આ માટે રેલ્વે કુલ 992 સ્પેશિયલ ટ્રેનો ચલાવશે અને કુલ ટ્રેન સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓ માટે રૂપિયા 933 કરોડ ખર્ચ કરવામાં આવશે.

રેલવે મંત્રીએ આપી મહત્વની જાણકારી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે તૈયારીઓની સમીક્ષા કરી લીધી છે અને રેલવેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મહત્વપૂર્ણ માહિતી આપી હતી. રૂપિયા 495 કરોડના કુલ ખર્ચ સાથે પ્રવાસીઓની સુવિધાના કામો માટે ખર્ચ કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે ટિકિટિંગ ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને અન્ય ઘણી સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ સુવિધાઓ મળશે

1. પ્રવાસી આશ્રયસ્થાનો

2. વીજળી, સુરક્ષા, સીસીટીવીની વ્યવસ્થા

3. પાણી પુરવઠો અને શૌચાલયની સુવિધાઓ

4. એક્ઝિક્યુટિવ લોન્જ અને હોસ્પિટલનું વિસ્તરણ

5. અનેક વિસ્તારોમાં સુધારો

6. ફરજ પરના કર્મચારીઓ માટે રહેવાની વ્યવસ્થા

7. રેલવે પરિસરમાં બાઉન્ડ્રી બાંધકામ

રેલ્વે મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 12 જાન્યુઆરી 2025થી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારા કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનો અને પેસેન્જર સુવિધાઓ શરૂ કરવામાં આવશે.

આ સિવાય અન્ય કામગીરી વિશે જાણો

રૂપિયા 3,700 કરોડના ખર્ચે પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના સ્થળોના રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કુંભ મેળા 2025 દરમિયાન અને મેળાની પીક સીઝનમાં ટ્રેનની સુવિધા સરળતાથી ચાલે તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 440 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. રૂપિયા 495 કરોડ દ્વારા ઘણી પહેલ કરવામાં આવી રહી છે જેમ કે રસ્તાનું સમારકામ, સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. આના દ્વારા પ્રયાગરાજ આવતા મુસાફરોને આવાસ યુનિટ, વેઈટિંગ રૂમ અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button