- 463 કેસમાં AMCના એડવોકેટસ તરફથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જ કરવામાં આવી નથી
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટી દ્વારા તપાસમાં મોટો ખુલાસો
- વકીલો દ્વારા માત્ર કોર્ટમાં જઈને તારીખો જ લેવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યા છે, જેમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. 6200થી વધારે કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્ટમાં ચાલી રહ્યા છે.
વકીલોને કોર્ટમાં જઈને માત્ર તારીખો લેવામાં જ રસ
ત્યારે હવે ચોંકાવનારી વાત એ છે કે 463 કેસમાં AMCના એડવોકેટસ તરફથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જ કરવામાં આવી નથી. જી હા, વકીલો દ્વારા માત્ર કોર્ટમાં જઈને તારીખો જ લેવામાં આવી રહી છે, કેસને લઈને ના તો કોઈ જવાબ રજૂ કરવામાં આવે છે કે ના તો કોઈ નક્કર રજુઆત કોર્ટમાં કરવામાં આવી છે, કે જેના આધારે કોર્પોરેશનને ફાયદો થાય.
AMC કેસો લડવા માટે વકીલોને ચૂકવી રહી છે લાખો રૂપિયા ફી
આવા કેસ લડવા માટે વકીલોને લાખો રૂપિયા ફી પેટે ચુકવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કામગીરી ના કરી હોવાના આરોપ થઈ રહ્યા છે અને આ અમે નથી કહી રહ્યા, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં આ હકીકત સામે આવી છે.
શહેરના મધ્ય ઝોનમાં 182 કેસ ચાલી રહ્યા છે
જો ઝોન પ્રમાણે કેસની વાત કરવામાં આવે તો શહેરના મધ્ય ઝોનમાં 182 કેસ ચાલી રહ્યા છે તો પશ્ચિમ ઝોનમાં 26 કેસ ચાલી રહ્યા છે. ત્યારે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 53 કેસ ચાલી રહ્યા છે. ત્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોન વિશે વાત કરવામાં આવે તો ત્યાં 22 કેસ ચાલી રહ્યા છે. દક્ષિણ ઝોનમાં 49 કેસ ચાલી રહ્યા છે તો શહેરના પૂર્વ ઝોનમાં 18 કેસ અને ઉત્તર ઝોનમાં 26 કેસ ચાલી રહ્યા છે અને આમ કુલ AMCના
Source link