- ધારાસભ્ય પંવાર, INLDના નેતાની અગાઉ ધરપકડ થઇ ચૂકી છે
- આ મિલકતો પર ટાંચ મુકવા ઇડી દ્વરા પીએમએલએ કાયદા હેઠળ આદેશ થયો હતો
- 100 એકરથી વધુ કૃષિ જમીન અને સ્થાવર મિલકતોનો સમાવેશ
ઇડી દ્વારા સોમવારે જણાવ્યા મુજબ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કેસમાં નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં હરિયાણામાં કોંગ્રેસ ધારાસભ્ય સુરેન્દર પંવાર, વિધાન પરિષદના પૂર્વ સભ્ય દિલબાગસિંહ અને અન્ય આરોપીઓની રૂપિયા 122 કરોડની સંપત્તિ પર ટાંચ મુકવામાં આવી છે.
જે મિલકતો પર ટાંચ મુકવામાં આવી છે તેમાં 100 એકરથી વધુ કૃષિ જમીન અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા મુજબ હરિયાણાના યમુના નગર જિલ્લામાં રેત ખનનની ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ દિલબાગસિંહ અને સુરેન્દર પંવાર દ્વારા સંચાલિચત સિન્ડીકેટની વ્યક્તિ અને સંસ્થાઓ આ મિલકતો નોંધાયેલી છે. આ કેસમાં કોંગ્રેસના 55 વર્ષની ઉંમરના સોનેપતના ધારાસભ્ય અને દિલબાગસિંહના વિવિધ સરનામે છાપા મારીને ઇડી ભૂતકાળમાં બંનેની ધરપકડ કરી ચુકી છે.
જે મિલકતો પર ટાંચ મુકવામાં આવી છે તે મિલકતો સોનીપત, ફરિદાબાદ, ગુરૂગ્રામ, કર્નાલ, યમુનાનગર,ચંડીગઢ અને પંજાબ હરિયાણાના અન્ય જિલ્લાઓમાં આવેલી છે. દિલબાગસિંહ, પંવાર, ઇન્દરપાલસિંહ, મનોજ વાધવા, કુલવિન્દરસિંહ,અંગદસિંહ મક્કાર અને ભૂપિન્દરસિંહને નામે આ મિલકતો આવેલી છે. આ મિલકતો પર ટાંચ મુકવા ઇડી દ્વરા પીએમએલએ કાયદા હેઠળ આદેશ થયો હતો. યમુનાનગર વિસ્તારમાં માઇનિંગ લીઝ હોલ્ડર્સ દ્વારા ગેરકાયદે રેત ખનન પ્રવૃત્તિ ચાલી રહ્યાને મુદ્દે વિવિધ પોલીસ મથકમાં દાખલ થયેલી એફઆઇઆર આધારે ઇડી દ્વારા આ મની લોન્ડરિંગ કેસ નોંધવામાં આવ્યો હતો.
Source link