GUJARAT

Surendranagar અને Tapiના ITI નવનિર્મિત ભવનનું મંત્રી બલવંતસિંહ રાજપૂતે કર્યુ લોકાર્પણ

  • ITI મુળીમાં અગાઉ 240 બેઠકો હતી, તેને વધારીને 480 કરવામાં આવી
  • ગુજરાત સરકારે ગત બે વર્ષમાં 11 અદ્યતન ITI ભવનનું નિર્માણ કર્યું
  • રાજ્યની 558 જેટલી આઈ.ટી.આઈમાં 54થી વધુ કોર્ષ શરુ કરાયા

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી અને તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું. આશરે રૂપિયા 16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ ભવનના લોકાર્પણ પ્રસંગે કુકરમુંડા ખાતે શ્રમ અને કૌશલ્ય રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ તેમજ મુળી ખાતેથી વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા હાજર રહ્યા હતા.

આઈ.ટી.આઈની બેઠકોમાં વધારો કર્યો

ઉલ્લેખનીય છે કે અગાઉ આઈ.ટી.આઈ-કુકરમુંડામાં 276 બેઠકો હતી, જેને હવે વધારીને 436 કરવામાં આવી છે. જ્યારે, આઈ.ટી.આઈ-મુળીમાં અગાઉ 240 બેઠકો હતી, તેને વધારીને 480 કરવામાં આવી છે. મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. આજે લોકાર્પણ થયેલા નવીન આઈ.ટી.આઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં 11 અદ્યતન આઈ.ટી.આઈ ભવનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહિ, રાજ્યના વધુમાં-વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈ.ટી.આઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે.

સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કીલ ઈન્ડિયા મિશન થકી ભારત ભવિષ્યમાં ગ્લોબલ સ્કિલ હબ બનશે, જેમાં ગુજરાતના અનેકવિધ નવતર પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહેશે. ગુજરાતમાં દેશની પ્રથમ નવી ટેકનોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે નવા અને અદ્યતન અભ્યાસક્રમો ધરાવતી કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. સાથે જ, સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા રાજ્યની 558 જેટલી આઈ.ટી.આઈમાં 54થી વધુ કોર્ષ શરુ કરાયા છે. ગુજરાતનો યુવાન ક્યાંય પાછો ન પડે તે માટે રાજ્ય સરકારે અનેક નવી વ્યવસ્થાઓ કરી રહી છે.

વિશ્વના 500 પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી 100 જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું

શ્રમ અને રોજગાર મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગત 20 વર્ષ દરમિયાન વિશ્વના 500 પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી 100 જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે MoU કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે. આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. સાથે જ રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં પ્રથમ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button