ENTERTAINMENT

રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ પર બેન્કે જમાવ્યો કબજો, જાણો સમગ્ર મામલો

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ રાજપાલ યાદની મિલકત કરી સીલ
  • અધિકારીઓએ ઉતાવળે બંધ મકાનમાં ચાલતું કુલર છોડી દીધું હતું
  • ચેક બાઉન્સ થવાના કેસમાં રાજપાલ યાદવ ગયા હતા જેલમાં

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ ચર્ચામાં છે. ગયા રવિવારે બેન્ક દ્વારા એક્ટરની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. બેન્કે કાર્યવાહી કરીને સમગ્ર મિલકતને સીલ કરી દીધી છે અને ત્યાં બેન્કનું બોર્ડ પણ લગાવી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર અધિકારીઓએ ઉતાવળમાં બંધ મકાનની અંદર કુલર ચાલુ છોડી દીધું હતું.

રાજપાલ યાદવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી 5 કરોડની લોન લીધી હતી

રાજપાલ યાદવે વર્ષ 2012માં આતા પતા લાપતા ફિલ્મ બનાવવા માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. સમય જતાં આ લોન 11 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેને એક્ટર ચૂકવી શક્યા નથી. લોન ચૂકવી ન શકતા રવિવારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખાના અધિકારીઓએ કાર્યવાહી કરી અને શાહજહાંપુરના રચહરી ઓવરબ્રિજ નજીક શેઠ એન્ક્લેવમાં આવેલી મિલકતને સીલ કરી દીધી, જે રાજપાલ યાદવે ગેરંટી તરીકે રાખી હતી.

અધિકારીઓએ ઉતાવળમાં ઘરની અંદર કુલર ચાલુ છોડી દીધી

ગુપ્ત રીતે અધિકારીઓએ કાર્યવાહી કરી સમગ્ર મિલકત સીલ કરી દીધી હતી. મીડિયા અહેવાલ મુજબ રાજપાલ યાદવે તે મિલકત માર્બલ વેચનારને ભાડે આપી હતી. અધિકારીઓએ તેને એટલી ઉતાવળમાં જપ્ત કરી હતી કે મિલકતની અંદર ચાલતું કુલર પણ બંધ ન કર્યું. હવે રાજપાલ યાદવની પ્રોપર્ટીમાં બેન્કે તેમનું બોર્ડ લગાવી દીધું છે. બોર્ડમાં લખવામાં આવ્યું છે કે હવેથી આ પ્રોપર્ટી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની છે, તેને ન તો ખરીદી શકાય છે અને ન તો વેચી શકાય છે.

ફિલ્મમાં પૈસા રોકવા માટે રાજપાલ યાદવે લીધી હતી લોન

રાજપાલ યાદવ વર્ષ 2012માં આવેલી ફિલ્મ અતા પતા લપતામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ તેમની પત્ની રાધા યાદવે કર્યું હતું. ફિલ્મમાં પૈસા રોકવા માટે રાજપાલ યાદવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મની રિલીઝ પહેલા જ બિઝનેસમેન એમજી અગ્રવાલે રાજપાલ યાદવ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

રાજપાલ યાદવે એમજી અગ્રવાલને આપેલો ચેક બાઉન્સ થયો હતો

એમજી અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે, રાજપાલે તેમની પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતા. તેમની કંપની મુરલી પ્રોજેક્ટનો રાજપાલ સાથે કોન્ટ્રાક્ટ હતો. જોકે રાજપાલ યાદવ સ્વતંત્ર રીતે ફિલ્મને રિલીઝ કરી રહ્યા છે. જ્યારે તેમણે તેના પૈસા પરત કરવા કહ્યું ત્યારે રાજપાલ યાદવે તેને ચેક આપ્યો, જે બાઉન્સ થયો હતો. ઘણા વિવાદો બાદ આ ફિલ્મ 2 નવેમ્બર 2012ના રોજ રીલિઝ થઈ હતી. કરોડોમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને માત્ર 38 લાખ રૂપિયાનું કલેક્શન કરી શકી.

આ કેસમાં જવું પડ્યું હતું જેલમાં

ચેક બાઉન્સ થવાના કેસમાં રાજપાલ યાદવને વર્ષ 2018માં જેલ પણ જવું પડ્યું હતું. તે લગભગ 3 મહિના જેલમાં રહ્યો. રાજપાલ યાદવ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે ભૂલ ભુલૈયા 3, બેબી જોન, મકતુબ અને વેલકમ ટુ ધ જંગલ જેવી ફિલ્મોમાં જોવા મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button