NATIONAL

Delhi: 15મી ઑગષ્ટે મંત્રી કૈલાશ ગેહલોત ફરકાવશે તિરંગો, LGએ કર્યા નોમિનેટ

  • દિલ્હીમાં કૈલાશ ગેહલોત તિરંગો ફરકાવશે
  • દિલ્હીના એલજી કાર્યાલય ખાતેથી પત્ર જાહેર
  • એલજીએ આપી કૈલાશ ગેહલોતના નામને મંજૂરી

દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે 15મી ઑગષ્ટે દિલ્હીમાં કોણ તિરંગો લહેરાવશે તેને લઇને એક એવી વાત સામે આવી હતી કે અરવિંદ કેજરીવાલે AAP મંત્રી આતિષીને સ્વતંત્રતા દિવસના અવસરે તેમના સ્થાને તિરંગો ફરકાવવાની માંગ કરી હતી . પરંતુ સામાન્ય વહીવટ વિભાગે ફગાવી દીધી હતી. ત્યારે હવે દિલ્હી એલજીએ જાહેરાત કરી છે કે કોણ તિરંગો ફરકાવશે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવવાનો વિવાદ વકર્યો છે. રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે. જેથી તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મંત્રી આતિશીની પસંદગી કરી હતી. જો કે ઉપરાજ્યપાલે આ નિર્ણય પર સહમતી ન દર્શાવી. એલજીએ 15 ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે દિલ્હીના ગૃહમંત્રી કૈલાશ ગેહલોતને નોમિનેટ કર્યા છે.

ગોપાલ રાયે પત્ર લખ્યો હતો

તમને જણાવી દઈએ કે ગોપાલ રાયે પોતાના પત્રમાં લખ્યું હતું કે તેઓ સીએમ કેજરીવાલને મળ્યા છે અને સીએમ ઈચ્છે છે કે તેઓ આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર તિરંગો ફરકાવવાને લઇ સામાન્ય વહીવટ વિભાગે કહ્યું કે, સીએમ કેજરીવાલ જેલમાંથી કોઈ લેખિત કે મૌખિક આદેશ આપી શકે નહીં. તેથી આ માન્ય રહેશે નહીં. 15 ઓગસ્ટના કાર્યક્રમ અંગે સીએમ ઓફિસને જાણ કરવામાં આવી, જવાબ મળ્યો કે સીએમ હજુ જેલમાં છે.

વિભાગે આ જવાબ આપ્યો છે

સામાન્ય વહીવટ વિભાગે તેના જવાબમાં લખ્યું છે કે અમે આ બાબત ઉચ્ચ અધિકારીના ધ્યાન પર લાવી છે કે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે. તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. એટલે કે હવે વિભાગે એલજી ઓફિસને આ અંગે પૂછ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલજી ઓફિસ આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જે પણ સૂચન આવશે તેને જ સ્વીકારશે. મતલબ કે 15 ઓગસ્ટે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે તે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ નક્કી કરશે.

આતિશીએ લગાવ્યો હતો આરોપ

મંગળવારે દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે તેઓને ધ્વજ ફરકાવવાથી રોકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું દિલ્હીની ચૂંટાયેલી સરકારને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અધિકારથી વંચિત રાખવામાં આવી રહી છે. નવા વાઇસરોય આવ્યા છે, તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે એલજી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માંગે છે, રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ ચૂંટાયેલી સરકારનો અધિકાર છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button