- આણંદની સ્પે.પોસ્કો કોર્ટે આરોપી શિક્ષકને ફટકારી સજા
- શિક્ષક દર્શન સુથારને 25 વર્ષની કેદ કરવામાં આવી
- આઇ.બી.પટેલ સ્કૂલના શિક્ષકે આચર્યું હતું દુષ્કર્મ
આણંદ જિલ્લામાં આવેલ વલ્લભવિદ્યાનગરની શાળાની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકને 25 વર્ષની કેદની સજા કરવામાં આવી છે. નરાધમ શિક્ષક દર્શન સુથારને 25 વર્ષની કેદની સજા નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવી છે.
શિક્ષકે વિદ્યાર્થીના ફ્લેટ પર જઈને દુષ્કર્મ આચર્યું હતું
આઈ બી પટેલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીનીનાં ફલેટમાં જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જૂન 2022માં વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આણંદની સ્પે. પોસ્કો કોર્ટે આરોપીને 25 વર્ષની કેદની સજા ફટકારી છે.
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં આણંદ જિલ્લાના ખંભાત ઇન્દ્રભુવનેશ્વર મહાદેવના મંદિરના પૂજારીએ 15 વર્ષીય સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. એટલુ જ નહીં પુજારીએ તમામ શરમની હદો વટાવી દીધી હતી અને 15 વર્ષીય સગીરાના બિભત્સ ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કર્યા હતા. આ સમગ્ર ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
Source link