- વડોદરામાં હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ રેલી
- અકોટા ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી
- રેલીમાં સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી
બાંગ્લાદેશમાં હાલમાં સ્થિતિ વણસી છે અને હિંદુઓ અને મંદિરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હિન્દૂ સંગઠનોમાં તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બાંગ્લાદેશ પર સૈન્ય દ્વારા શાસન હાથમાં લઈ લેવામાં આવ્યુ છે.
બાંગ્લાદેશના આતંકીઓને પાઠ ભણાવવાની માગ
ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાનો વિરોધ હવે વડોદરામાં કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં હિન્દૂ જાગરણ મંચના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. શહેરના અકોટા ગાર્ડનથી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી યોજાઈ હતી અને બાંગ્લાદેશમાં હિંદુઓને રક્ષણ આપવા ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરવામાં આવી છે. બાંગ્લાદેશના આતંકીઓને સબક શીખવાડવા અને પાઠ ભણાવવાની માગ કરવામાં આવી છે. આ રેલીમાં સંતો, મહંતો, હિન્દૂ સંગઠનના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કલેકટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજુઆત પહોંચાડવામાં આવશે.
VHPએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ગુજારવામાં આવતા અત્યાચાર અને હિન્દુઓની સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર સતત હુમલા, આગચંપી અને અન્ય અમાનવીય અત્યાચારો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે VHPએ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે VHPએ હેલ્પલાઈન નંબર +9111-26103495 જાહેર કર્યો છે.
મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી મંદિરે પહોંચ્યા, બાંગ્લાદેશી હિન્દુઓ સાથે કરી મુલાકાત
બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ ઢાકાના ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા હતા અને લઘુમતી અધિકાર ચળવળના 5 સભ્યોના પ્રતિનિધિમંડળે મોહમ્મદ યુનુસ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા મામલે રજૂઆત કરી હતી. ત્યારે મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે વચગાળાની સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ અધિકાર દેશમાં પુનઃસ્થાપિત કરવાનો છે અને તમામ લોકો માટે વાણી સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં બાંગ્લાદેશના કૂલ 52 જિલ્લામાં હિંદુઓ પર હિંસાની 205 ઘટનાઓ બની છે અને હવે હિંદુઓ આ હિંસાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
Source link