- 100થી વધુ કોમર્શિયલ ટેક્સી ચાલકોની હડતાળ
- વેઇટિંગ ચાર્જમાં વધારાનો ચાલકોનો વિરોધ
- માગણી પૂરી નહીં થાય તો હડતાળ ચાલુ રાખવાની ચીમકી
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યુ છે. સુરત એરપોર્ટ પર ટેક્સી ચાલકો હાલ હડતાળ પર ઉતર્યા છે અને એરપોર્ટની પાર્કિંગ પોલીસી સામે ડ્રાઈવરોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે સુરતના કોમર્શિયલ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા છે.
100થી વધુ કોમર્શિયલ ટેક્સી ચાલકોની હડતાળ
સુરત એરપોર્ટ પર આશરે 100થી વધુ ટેક્સી ચાલકો હડતાળમાં જોડાયા છે અને વેઈટીંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેનો પણ ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જૂની પદ્ધતિ પ્રમાણે જ ટેક્સી ચાલકોને પ્રવેશ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે, ત્યારે જો માગણી પુરી નહીં કરવામાં આવે તો તમામ કોમર્શિયલ ટેક્સી ચાલકોએ હડતાળ આગળ પણ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર,ખાનગી કંપનીઓ સામે નોંધાવ્યો વિરોધ
થોડા દિવસ અગાઉ જ અમદાવાદના 22 હજાર ટેક્સી ડ્રાઈવરોએ ઓલા, ઉબર સહિતની ખાનગી કંપનીઓનો વિરોધ નોંધાવ્યો હતો. કંપનીઓ દ્વારા લેવામાં આવતા કમિશન સામે ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો. ટેકસી ડ્રાઈવરોએ આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીઓ જેવી કે ઓલા અને ઉબેર દ્વારા જે કમિશન નક્કી કર્યુ હતુ તે કમિશન આપવામાં આવતું નથી અને તેના કારણે જેટલા રૂપિયા મળવા જોઈએ તે અમને મળતા નથી.
અમદાવાદ મહેસાણા હાઈવેના ટોલ પ્લાઝા પર સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનો હોબાળો
ત્યારે બીજી તરફ મહેસાણામાં અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ હોબાળો મચાવ્યો છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહન વચ્ચે મૂકી દેવાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે બસ અને ખાનગી વાહનોની હાઈવે ઉપર લાંબી કતારો લાગી હતી. આશરે 10 કિલોમીટરના વિસ્તારમાં પણ ટોલ લેવામાં આવતો હોવાથી સ્થાનિક ટ્રાન્સપોર્ટર દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આ સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટરો તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
Source link