GUJARAT

Surat: SOGને 4 કરોડથી વધુ કિંમતનો 8 કિલો બિનવારસી ચરસનો જથ્થો મળ્યો

  • 8 કિલો ચરસ લાવારિસ હાલતમાં મળ્યું
  • હજીરામાં એસ્સાર કંપનીના પાછળના ભાગે મળ્યું ચરસ
  • અગાઉ પોણા બે કરોડનું ચરસ મળ્યું હતું

સુરતમાં વધુ એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે. શહેરમાંથી બિરવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. સુરત શહેર SOGને ચરસ મળ્યુ છે. SOGને 8 કિલો ચરસ લાવારિસ હાલતમાં મળી આવ્યું છે. ત્યારે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા

સુરતના હજીરામાં એસ્સાર કંપનીના પાછળના ભાગેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસને અફઘાની ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે અને તેની અંદાજે કિંમત 4 કરોડથી વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાંથી પોણા બે કરોડનું ચરસ મળી આવ્યું હતું અને હવે હજીરાના દરિયાકિનારેથી વધુ 8 કિલો ચરસ ઝડપાયુ છે.

ગઈકાલે વલસાડ જિલ્લામાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 18 કરોડથી વધુના ચરસના પેકેટ મળ્યા હતા

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ વલસાડ જિલ્લાના દરિયાકાંઠેથી પોલીસે 18 કરોડથી વધુના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા, ત્યારબાદ પોલીસે દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના બે તાલુકામાંથી બે દિવસની અંદર જ રૂપિયા 18 કરોડ 31 લાખનું ચરસ મળી આવ્યું છે.

બે દિવસ પહેલા પણ વલસાડના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા

બે દિવસ પહેલા પણ વલસાડના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા, કુલ બે દિવસમાં અલગ-અલગ ચરસના પેકેટ મળી આવવાની ઘટના બાદ પોલીસ સર્તક બની છે. ગઈકાલે પણ એસઓજી પોલીસે અને સ્થાનિક પોલીસે 11 કિલો વજનના 10 પેકેટ જપ્ત કર્યા હતા અને તેને તપાસ માટે એફએસેલમાં મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાંથી ચરસનો જથ્થો મળવાના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસ સતત શંકાસ્પદ જગ્યાઓ અને લોકો પર નજર રાખી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button