NATIONAL

Kolkata Doctor Case: CBIને મળ્યા મહત્ત્વના પુરાવા, સંજય રોયની સઘન પૂછપરછ

  • સીસીટીવી ફૂટેજમાં સંજય રોય ગુરૂવારે રાત્રે 11.00 કલાકે હોસ્પિટલમાં આવ્યો હતો
  • પીડિતાએ એ રાત્રે તેના મિત્રો સાથે 12 વાગ્યે જમવાનો ઓર્ડર કર્યો હતો
  • તો બીજી તરફ CBI આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના નિવેદન નોંધી રહી છે

કલકત્તાની સરકારી આરજી તક હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ક્રુરતા પૂર્વક હત્યાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ડોક્ટર 24 કલાકની હડતાળ પર ઉતરી ચુક્યા છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 સુધી ચાલશે. આ તમામ વચ્ચે CBI આ મામલે તપાસમાં લાગી છે. તપાસ એજન્સી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની શુક્રવારથી સતત પૂછપરછ કરી રહી છે. 35 ડોક્ટર અને ઇન્ટર્ન તેમજ આસપાસ રહેલા લોકોની પૂછપરછ કરાશે.

રાત્રે 11 વાગ્યે હોસ્પિટલમાં આવ્યો હતો સંજય

સીસીટીવી ફૂટેજમાં સંજય રોય ગુરૂવારે રાત્રે 11.00 કલાકે હોસ્પિટલમાં આવ્યો હતો. હોસ્પિટલમાં 30 મિનિટ રોકાયો હતો. ફરી તે બીજી વખત રાત્રે 3:45થી 3:50 વચ્ચે હોસ્પિટલમાં દેખાયો હતો. સેમિનાર રૂમમાં સંજય અડધી કલાકથી વધારે રોકાયો હતો.

લેડી ડોક્ટરે રાત્રે 12 વાગ્યે જમવાનું મંગાવ્યુ હતુ

પીડિતાએ એ રાત્રે તેના મિત્રો સાથે 12 વાગ્યે જમવાનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઇન જમવાનું મંગાવ્યુ હતુ. કોલકત્તા પોલીસે ડિલીવરી બોયની પૂછપરછ કરી તેનુ નિવેદન નોંધ્યુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાએ મોત પહેલા છેલ્લે 3થી 4 કલાક પહેલા ખાધુ હતુ. એ 4 ડોક્ટરોના નિવેદન પણ લેવામાં આવ્યા છે જેમણે મૃતક સાથે રાત્રે ઓનલાઇન એપની મદદથી ખાવાનો ઓર્ડક કર્યો હતો. આ તમામ પાછળનો હેતુ એ છે ઘટના અંગેની સમગ્ર ટાઇમ લાઇન જાણી શકાય.

CBIએ CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. જેમાં આરોપી સંજય રોય હોસ્પિટલમાં આવતો જતો દેખાયો છે.

તો બીજી તરફ CBI આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના નિવેદન નોંધી રહી છે જેથી કરીને પુરાવા સુધી પહોંચી શકાય. પીડિતા કોને મળી હતી ઘટના પહેલા તેની સાથે શું થયુ તે જાણવુ જરૂરી છે. CBI સંજય રોયની મોબાઇલ ફોનની ડીટેલ તપાસી રહી છે. મોબાઇલ લોકેશન ટ્રેસ કરી તે રાતની તેની હલચલ પર તપાસ કરી રહી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button