GUJARAT

Ambaji: અજય માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો, મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ

  • માન સરોવર નજીક જ માં અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર આવેલુ છે
  • 11 કિલોની કેક માતાજીને અર્પણ કરવામાં આવી
  • નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

શક્તિ, ભકિત અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર, જે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે.

મંદિરે આજે ભવ્ય પાટોત્સવ અને અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો

તેની પાસે માન સરોવર નજીક જ માં અંબાના મોટા બહેન અજય માતાનું મંદિર આવેલુ છે. આ મંદિરે આજે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો, અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો અને 11 કિલોની કેક પણ માતાજીને અર્પણ કરવામાં આવી. માતાજીના મંદિરે મહા આરતી કરવામાં આવી અને નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

અજય માતા માં અંબાના મોટા બહેન તરીકે ઓળખાય છે

તમને જણાવી દઈએ કે અજય માતા માં અંબાના મોટા બહેન તરીકે ઓળખાય છે અને આ મંદિરમાં અજય માતાની હજારો વર્ષ જુની મૂર્તિ પણ છે, અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. રાવણનો વધ કરવા માટે પ્રભુ રામે આજ અજય માતાનું સ્મરણ કર્યુ હતુ, ત્યારબાદ અજય માતાએ પ્રભુ રામને અજય બાણ આપ્યું હતું, તેનાથી રાવણનો વધ થયો હતો તેવી કથા શાસ્ત્રોમાં લખેલી છે અને લોકો વચ્ચે પણ આ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે.

મંદિરને રંગબેરંગી ફૂલોથી અને બલૂનથી શણગારવામાં આવ્યુ

જેમ દર વર્ષે આ મંદિરે કાર્યક્રમ કરવામાં આવે છે, તે રીતે જ આ વર્ષે પણ અજય માતાના મંદિરે અનેકો કાર્યક્રમ યોજાયા હતા. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાનથી નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. માતાજીને 56 ભોગનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચવામાં આવે છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી અને બલૂનથી શણગારવામાં આવ્યુ હતુ અને મહા આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક આવે છે. દર શ્રાવણ મહિનામાં આ મંદિરમાં રાત્રે 1008 કમળથી પૂજા પણ કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button