TECHNOLOGY

Tech News: આ 5 એપ્સ તમને વરસાદમાં પલળવાથી બચાવશે, કરી લો ડાઉનલોડ

  • ધ વેધર ચેનલ એપ દર કલાકે વેધર અપડેટ આપશે
  • ક્લાઈમ વેધર રેડાર લાઈવ આપશે બરફ અને વરસાદની માહિતી
  • એક્યૂવેધર એપ 1-2 દિવસ પહેલાથી આપશે વેધરની જાણકારી

દેશભરમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે વરસાદમાં પણ વરસાદમાં ફોન પાલડી જાય તેની ચિંતા પણ હોય છે. જો અચાનક વરસાદ શરુ થઇ જાય તો કેચ્વી રીતે પલળવાથી બચી શકાય? જો તમારા સ્માર્ટફોનમાં આ 5માંથી કોઈ પણ એપ ડાઉનલોડ કરી લેશો તો તમે વરસાદમાં ક્યાંય ફસાશો નહીં. એપ્સ તમને તેની તમામ માહિતી પહેલાથી આપી દેશે.

ક્લાઈમ વેધર રેડાર લાઈવ

આ એક એવું વેધર એપ છે જે તમને તમારા સેટેલાઈટ અને એચડી રડાર ઈન્ટરફેસની મદદથી ચોક્કસ વેધર અપડેટ આપે છે. તેમાં તમને પહેલાથી ખ્યાલ આવી જશે કે ક્યારે વરસાદ થવાનો છે. બરફ વાળી જગ્યાઓ માટે આ એપ જણાવશે કે ક્યારે અને ક્યાં બરફ પડશે.

એક્યૂવેધર

આ એપનો ઉપયોગ અનેક લોકો કરી રહ્યા છે. એવામાં તમને 1-2 દિવસ પહેલાથી જ ખ્યાલ આવી જાય છે કે ક્યાં અને ક્યારે વરસાદ થશે. ખરાબ સીઝનની જાણકારી તમને આ અપેને માટે પહેલાથી આપવામાં આવે છે. તેને તમે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્રકારના ડિવાઈસ પર ડાઉનલોડ કરી શકાય છે.

યાહૂ વેધર

આ એક જૂનું વેધર એપ છે. જેમાં મેપ અને તમારી લોકેશન તમામ જગ્યાઓને માટે સીઝનની જાણકારી અપડેટ કરતી રહે છે. તેમાં તમને ફોટો પણ જોવા મળશે જેનાથી તમે અંદાજ લગાવી શકશો કે સીઝન કેટલી સારી અને કેટલી ખરાબ છે. આ એપ પણ એન્ડ્રોઈડ અને આઈઓએસ તમામ પ્રકારના યૂઝર્સ ઉપયોગમાં લઈ શકે છે.

ધ વેધર ચેનલ

ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર, બંનેમાં મળી રહેતું આ એપ ઘણું જૂનું છે અને લોકપ્રિય એપ છે. આ ફ્રી એપ્સની મદદથી તમે દર કલાકે વેધર અપડેટ લઈ શકો છો અને તેમાં આવનારા દિવસોની સીઝન પણ જાણી શકો છો. તમારી આસપાસની સીઝન કેવી છે અને કેવી રહેશે એ તમામ વસ્તુઓ તમે આ એપની મદદથી જાણી શકો છો.

ઓવરડ્રોપ

આ એપ મુખ્ય રીતે એનિમેશન વ્યૂની સાથે આવે છે કેમકે તેને ખાસ રીતે બનાવવામાં આવી છે. તેમાં 7 દિવસની હવામાનની જાણકારી મળે છે અને આ એપની મદદથી તમે એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ચેક કરી શકો છો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button