- હાઇવે માટે લેબર જોઇએ છીએ કોન્ટ્રાક્ટના નામે ઠગાઈ
- IRB કંપનીના ખોટા ડોક્યુમેન્ટ મેળવીને બીજાના રોડના ફોટા મોકલ્યો
- ઓઢવમાં રહેતા પંકજભાઇ પાટીલ એસ.પાટીલ નામથી લેબર કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન કરે છે
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અલગ અલગ હાઇવે IRB કંપની બનાવી રહી છે અને તેમણે લેબરોની જરૂરીયાત છે તો અમે તમને કોન્ટ્રાક્ટર અપાવીશુ તેમજ અમે અહીંયા તમને લેબર પ્રોવાઇડ કરીશુ તેવુ કહીને IRB કંપનીના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને કોન્ટ્રાક્ટ મળી ગયો છે.
તેવો ખોટા ઇમેલ આઇડીથી કર્ણાટકના બે લેબર કોન્ટ્રાક્ટરોએ ઓઢવના લેબર કોન્ટ્રાક્ટરને વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં બન્ને કોન્ટ્રાક્ટરોએ જ્યાં રોડ બનાતા હોય ત્યાંના ફોટા – વિડીયો ઉતારીને ઓઢવના લેબર કોન્ટ્રાક્ટરને મોકલી આપીને લેબર પેટે કુલ 1.84 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ઓઢવના કોન્ટ્રાક્ટર પંકજભાઇ પાટીલે બિલ અંગે IRB કંપનીમાં તપાસ કરતા તેમણે કોઇ કોન્ટ્રાક્ટ આપ્યો ન હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ઓઢવના લેબર કોન્ટ્રાક્ટરે આર્થીક ગુના નિવારણ શાખામાં કર્ણાટકના બન્ને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. ઓઢવમાં રહેતા પંકજભાઇ પાટીલ એસ.પાટીલ નામથી લેબર કોન્ટ્રાક્ટરનો બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન કરે છે. તેમણે તેમના મિત્ર મુકેશ પટેલ થકી કર્ણાટકના લેબર કોન્ટ્રાક્ટર શીવામૂર્તિ રાજપ્પા અને શ્રીનિવાસ સાથે સંપર્ક થયો હતો. શીવામૂર્તિ અને શ્રીનિવાસે એક દિવસ પંકજભાઇને કહ્યુ કે, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં IRB કંપની મોટા હાઇવે બનાવી રહ્યુ છે અને તેમણે લેબર મોટાપ્રમાણમાં જોઇએ છે તેમજ અમારે ત્યાંના અધિકારી સાથે સંપર્ક હોવાથી અમે તમને લેબર કોન્ટ્રાક્ટ અપાવી દઇશુ. શીવામૂર્તિ અને શ્રીનિવાસ સાથે ચર્ચા કરીને લેબર અંગેનું પેમેન્ટ ટુકડે ટુકડે 1.84 કરોડ ચૂકવ્યા હતા. બાદમાં પંકજે બન્ને કોન્ટ્રાક્ટરોને IRB કંપનીમાંથી પેમેન્ટ કરાવી આપવા કહ્યુ તો બન્ને ગલ્લા તલ્લા કરતા હતા.
Source link