GUJARAT

100 દિવસમાં 20 લાખ વૃક્ષના AMCના સંકલ્પમાં અમદાવાદીઓ પણ યોગદાન આપે: શાહ

  • અમદાવાદ, ગાંધીનગરે વિકાસના રેકોર્ડ તોડ્યાઃ શાહ
  • અમદાવાદમાં 21 પરિયોજનાઓના લોકાર્પણ થયાઃ શાહ
  • ગાંધીનગર લોકસભામાં 700 કરોડના વિકાસ કાર્યોઃ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે. સવારે ઓક્સિજન પ્લાન્ટના ઉદઘાટન બાદ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ગાંધીનગર લોકસભામાં મિશન મિલિયન ટ્રી યોજના અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ મકરબા, વેજલપુર ખાતે યોજાયો હતો. જેમાં અમિત શાહએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકાનો 100 દિવસમાં 20 લાખ વૃક્ષનો સંકલ્પ છે. 20 લાખ વૃક્ષો વાવવા ખૂબ મોટી વાત છે. જેથી અમદાવાદ શહેરના નાગરિકો પણ આ સંકલ્પમાં યોગદાન આપે. આપની નજીકની પડતર જમીનમાં, સ્કૂલમાં વૃક્ષ વાવી શકાય છે. પાવર સ્ટેશનો બન્યા છે, બ્રિજ બન્યા છે. અને હવે આપણા લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પોતાની માતા જીવિત હોય તો સાથે રાખી વૃક્ષ વાવો અને માતા દિવંગત હોય તો ફોટો રાખી વૃક્ષ વાવો. વૃક્ષ વાવી પોતાના બાળકની જેમ કાળજી પણ લેવી જોઈએ. આપણા અસ્તિત્વની સામે ગ્લોબલ વોર્મિંગનું જોખમ છે. સૌ નાગરિકો વૃક્ષારોપણમાં જોડાય તેવી મારી ઈચ્છા છે.

વધુમાં અમિત શાહે જણાવ્યું કે, વિકાસના નવા – નવા રેકોર્ડ બની રહ્યા છે. ખૂબ મોટી લીડથી તમે મને જીતાડ્યો છે. અમદાવાદને દેશમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કરીશું. શહેરમાં અનેક સ્વીમિંગ પુલ બનાવાયા છે. અમદાવાદમાં 1003 કરોડના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.

વિકસિત ભારત 2047માં વિકસિત ગુજરાત કરવું છે: ભૂપેન્દ્ર પટેલ

વૃક્ષારોપણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોદન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહએ વિવિધ વિકાસના કાર્યોની ભેટ ગુજરાતને આપી છે. રક્ષાબંધન પૂર્વે અમદાવાદની બહેનોને વિવિધ ભેટ પ્રાપ્ત થઈ છે. વેજીટેબલ માર્કેટ અને પિન્ક ટોઇલેટ સહિતની સુવિધા તેમજ રોડ રસ્તાના કામ માટે 277.60 કરોડ ફાળવવામાં આવ્યા છે. વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણ માટે પણ કર્યો કરાયા છે. વિકસિત ભારત 2047માં વિકસિત ગુજરાત કરવું છે. આજે કેન્દ્રીય મંત્રીએ વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપી છે. મધ્યમ વર્ગીય પરિવારોને ક્વોલોટી ઓફ લાઈફ આપવામાં આવી રહી છે. અમદાવાદ શહેરને વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button