- બે કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી, 12 કરોડ ક્રિપ્ટોના વ્યવહારો રોકવા એક્સ્ચેન્જને સૂચના
- ઊંઝાના દિવ્યાંશુ પટેલ સાથે મળી પાક.ના અઝહરનો કાંડ
- અમદાવાદ સાયબર ક્રાઈમની ફરિયાદના આધારે દિલ્હી NCR, બેગ્લુરૂ, લખનૌમાં તપાસ
ભારત અને પાકિસ્તાનની મેચ દરમ્યાન પાકિસ્તાનના અઝહર નામના વ્યકિત સાથે ઉંઝાના દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે સ્ટ્રિમિંગ કરવાના મામલે અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં વીસ જગ્યાએ દરોડા પાડી, આમાં સંડોવાયેલા કેટલાક ક્રિપ્ટો એકસચેન્જની ઓળખ કરીને બે કરોડની ક્રિપ્ટો જપ્ત કર્યા છે જ્યારે રૂ.12 કરોડ શોધી કાઢયા છે જેની એક્સ્ચેન્જને જાણ કરી તેના વ્યવહારો રોકી લેવાયા છે.
આ ઉપરાંત 30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જયારે બે કરોડના ક્રિપ્ટો કરન્સી અટકાવી દીધા છે. આમ અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે સાયબર ક્રાઈમની ફરિયાદના આધારે તપાસ ચાલુ કરતા બુકીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઉંઝાના દિવ્યાંશુ પટેલ અને અમદાવાદનો આકાશ ગીરીની જૂન માસમાં ધરપકડ કરીને તપાસ કરતા બહાર આવ્યુ છે કે, Disney + Hotstar પર પ્રસારણ થતી મેચોનુ ગેરકાદેસર સ્ટ્રિમિંગ વેબસાઈટ ઉપર કરાવીને 21 બેંકોના ખાતામાં મોટાપાયે સટ્ટો રમાડતો હતો. જે કેનેડા, લંડન ,પાકિસ્તાન સહિત વિદેશોમાંથી કરાતુ હતુ આરોપીઓ દ્વારા વેબસાઇટમાં સંપર્ક કરવા માટે 21 મોબાઇલ નંબરો અપાયા હતા જે નંબરો વેબસાઇટમાં પેમેન્ટના ઓપ્શનમાં વિવિધ બેંકના એકાઉન્ટો આપવામાં આવ્યા હતા આ બેંક એકાઉન્ટોનુ કેનેડામાં રહેતા શુભમ પટેલ નામના વ્યકિતના કહેવા પ્રમાણે વેબસાઇટ ડેવલોપીંગમાં કરાયુ હતુ. કેનેડા શુભમ પટેલએ સ્ટ્રિમિંગ માટેનો ડેટા છ લાખ રૂપિયામાં ઉંઝામાં રહેતા દિવ્યાંશુ ભોગીલાલ પટેલને આપ્યો હતો.જેની જાણ અમદાવાદ એન્ફોસમેન્ટ ડિરેકટોરેટને જાણ કરવામાં આવી હતી.આ પછી ઈડી દ્વારા તપાસ કરતા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં પગેરુ ફેલાયુ બહાર આવ્યુ હતુ. અમદાવાદ ઈડીના અધિકારીઓએ એક સામટા દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, લખનૌ અને કોઈમ્બુતરમાં સામટા દરોડા પાડીને 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે રૂ.2 કરોડના ક્રિપ્ટો કરન્સી અટકાવી દીધા છે. આ ઉપરાંત 12 કરોડની ક્રિપ્ટો કરન્સી શોધી કાઢીને ક્રિપ્ટો એકસચેન્જને ટ્રાન્સફર નહીં કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આમ ઈડીની કાર્યવાહીથી બુકીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગતતા.7 -6-2024 ના રોજ કેનેડા વિ આયર્લેન્ડ અને તા.9-6- 2024 ના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ક્રિકેટ મેચોનું Disney + Hotstar પર પ્રસારણ થતી મેચોનુ ગેરકાદેસર સ્ટ્રિમિંગ વેબસાઈટ ઉપર કરાવીને 21 બેંકોના ખાતામાં મોટાપાયે સટ્ટો રમાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
સાયબરની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, દિવ્યાંશુ પટેલ ગેરકાયદેસર સ્ટ્રિમિંગની ગુનાહિત પ્રવૃત્તિ માટે ઘણા બધા વિદેશી નાગરીકો સાથે સંપર્કમાં હોવાનું તપાસ બહાર આવ્યુ છે. આરોપી દિવ્યાંશુના વોટ્સએપ ચેટીંગ હિસ્ટ્રી તપાસ કરતા હર્ષ નામના વ્યકિતની સંડોવણી બહાર આવી હતી. સાયબર ક્રાઈમે હર્ષના મોબાઈલની તપાસ કરતા કેટલાક આરોપીઓ વિદેશમાં રહી આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતો હતો. આરોપી દિવ્યાંશુ અને હર્ષના મોબાઈલની તપાસ કરતા પાકિસ્તાનના અઝહર નામના વ્યકિત સાથે સંપર્કમાં રહી ભારત વિરુધ્ધ પાકિસ્તાનની મેચનુ ગેરકાયદેસર સ્ટ્રિમિંગ કર્યુ હતુ. પાકિસ્તાનનો અઝહર અમીન નામના વ્યકિતને વેબસાઇટ સાથે લીંક કરેલ બેંક એકાઉન્ટોમાં બે કરોડ રૂપિયાથી વધુ રકમના ટ્રાન્જેક્શનો બહાર આવ્યા હતા.
વર્લ્ડ કપની મોટાભાગની મેચોનું સ્ટ્રીમિંગ કર્યું હતું
વર્લ્ડ કંપની તમામ મેચોનું આરોપીઓએ સ્ટ્રીમિંગ કરી પોતાની મેજીકવીન 369, મેજીકવીન.બીઝ અને મેજીકવીન.ગેમ્સ વેબસાઈટ દ્વારા પોતે વર્લ્ડ કપની ટી-20 મેચના પ્રસારણના અધિકૃત હોવાનું જાહેર કરી પ્રસારણ હક્કો ધરાવતી કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડયું હતું. આરોપીઓ પ્રસારણ માટે લીંક આપી જે તે વેબસાઈટોના સંચાલકો અને કર્તાહતા પાસેથી બેંક એકાઉન્ટમાં નાણાં મેળવતા હતા.
ઓનલાઈન સટ્ટા બેટિંગની વેબસાઈટોને ફાયદો કરાવ્યો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા અઝહર અમીનના ડીશ ટીવીના વેપારીના સંપર્કમાં હતા. અઝહર તેમને ગેરકાયદેસર લાઇવ લીંકના કોડ આપતો હતો. જેના આધારે દિવ્યાશું સર્વર પર કોન્ટેન્ટ અપલોડ કરતો હતો. આ માટે શુભમ કેનેડાથી અઝહરને નાણાં પુરા પાડતો હતો. જ્યારે શુભમ ગેરકાયદેસર સ્ટ્રિમિંગ માટે વિવિધ ક્લાઇન્ટ શોધીને ડીલ કરતો હતો. આ ઉપરાંત, પોલીસને ગેરકાયદેસર એકાઉન્ટમાં જમા કરવામાં આવતા નાણાંની વિગતો મળી આવી હતી. જે બેંક એકાઉન્ટ ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી આકાશગીરી ગોસ્વામી (રહે. વાસણા) દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા.
Source link