GUJARAT

અલગ અલગ અકસ્માતના 4 બનાવ માં : 3નાં મોત, 2ને ઈજા

  • વઢવાણના બલદાણા નેશનલ હાઈવે પર ટ્રક પાછળ આઈશર અથડાતા આઈશર ચાલકનું મોત
  • થાન શહેરમાં હિટ એન્ડ રનમાં એકને ઈજા, એક્ટિવાને નુકસાન
  • સુદામડા-નોલી રોડ પર છકડો રિક્ષા પલટી ખાતા પુત્રીનું મોત, માતાને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા, વઢવાણના બલદાણા નેશનલ હાઈવે અને થાન શહેરમાં અકસ્માતના બનાવો પોલીસ ચોપડે ચડયા છે. જેમાં બજાણા પાસે રાજસ્થાનના ટ્રેલર ચાલકનું, બલદાણા પાસે આઈશર ચાલકનું મોત થયુ છે. જયારે થાનમાં એકટીવા ચાલક સાથે અકસ્માત કરી ફોર્ચ્યુનર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

રાજસ્થાનના સાંચોર જિલ્લાના ચીતલવાના તાલુકાના વીરાવા ગામના હનુમાનરામ હરીંગારામ બીશ્નોઈ મોરબી જીઆઈડીસીમાંથી ટ્રેલરમાં ટાઈલ્સ ભરીને બીકાનેર તરફ જતા હતા. ત્યારે માલવણ-બજાણા રોડ પર ટ્રેલરના ચાલક હનુમાનરામે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રસ્તાની સાઈડમાં આવેલ ગટરમાં પલટી મારી ગયુ હતુ. જેમાં ટ્રેલરની કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. અને કેબીનમાં દબાઈ જવાથી ટ્રેલરના ચાલકનું મોત થયુ છે. બનાવની મૃતકના ભાઈ માંગીલાલ બીશ્નોઈએ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ બી.કે.દેથળીયા ચલાવી રહ્યા છે. જયારે જામનગરના દરેડમાં રહેતા રાજાભાઈ જીણાભાઈ સરસીયા ક્રીષ્ના લોજીસ્ટીકના ટ્રકમાં ડ્રાઈવીંગ કરે છે. તેઓ જામનગરના સીક્કાથી ટ્રકમાં કોલસો ભરીને હિંમતનગર જવા નીકળ્યા હતા. ત્યારે સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર બલદાણા પાસે ટ્રકની સાપ્ટીંગ તુટી જતા તેઓ ટ્રક સાઈડમાં મુકી ઈન્ડીકેટર ચાલુ કરી, પથ્થર અને બાવળની આડશ મુકી ટ્રકમાં સુતા હતા. આ સમયે એક આઈશર ચાલકે પાછળથી ધડાકાભેર ટ્રક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતા મોત થયુ હતુ. જયારે તેની સાથે બેસેલ વ્યકતીને ઈજા પહોંચી હતી. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ ઉપરાંત થાનના ફુલવાડી વિસ્તારમાં રહેતા કાનાભાઈ ભવાનભાઈ સોંડલા કોલસાની ગાડી ભરાવી ટ્રેડીંગ કરે છે.

તા. 18ના રોજ સવારે તેઓ એકટીવા લઈને નેશનલ કાંટા તરફ જતા હતા. ત્યારે ભારત પેટ્રોલપંપ પાસે એક ફોર્ચ્યુનર કારના ચાલકે એકટીવા સાથે અકસ્માત કર્યો હતો. અને ચોટીલા તરફ ફરાર થઈ ગયો હતો. જેથી કાનાભાઈના સમાજના લોકો કાર પાછળ ગયા હતા. જયારે કાનાભાઈને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બાદમાં કાર ચાલક ચોટીલા તાલુકાના વાવડી ગામનો કરજણભાઈ રમેશભાઈ હોવાનું સામે આવ્યુ હતુ. આથી કાનાભાઈએ થાન પોલીસ મથકે અકસ્માત કરી ઈજા પહોંચાડી, એકટીવાને નુકશાન કર્યાની ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ સાયલા તાલુકાના નોલી ગામે રહેતા ગીતાબેન વિનોદભાઈ કેરાળીયા અને તેમની 14 વર્ષની દિકરી રીધ્ધી સુદામડાથી નોલી તરફ છકડા રિક્ષામાં બેસીને જતા હતા. ત્યારે ખીંટલાના બોર્ડથી થોડે આગળ છકડો રિક્ષા પલટી ખાઈ જતા માતા-પુત્રીને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં રીધ્ધીને માથાના ભાગે વધુ ઈજા થવાથી મોત થયુ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button