- રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાન કર્યા સસ્તા
- 200 રૂપિયાથી ઓછી કિંમતમાં અનલિમિટેડ 5G ડેટા પ્લાન
- Jioની 5G કનેક્ટિવિટી વિસ્તારમાં જ પ્લાનનો ગ્રાહકોને લાભ મળશે
તાજેતરમાં, રિલાયન્સ જિયોને મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી બચવા માટે કંપનીએ લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. હવે કંપનીઓ યુઝર્સને આકર્ષવા માટે નવા પ્લાન લોન્ચ કરી રહી છે. રિલાયન્સ જિયોએ હવે પ્રીપેડ યુઝર્સ માટે એક નવો અને સસ્તો 5G પ્લાન પણ લોન્ચ કર્યો છે જેની કિંમત 200 રૂપિયાથી ઓછી છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવશે. જેના કારણે ગ્રાહકોને મોંઘાડાટ રિચાર્જ પ્લાનમાંથી રાહત મળશે.
રિલાયન્સ જિયોના આ 198 રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે. પરંતુ જે વપરાશકર્તાઓના વિસ્તારમાં Jioની 5G કનેક્ટિવિટી છે અને 5G મોબાઇલનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને કંપની દ્વારા અમર્યાદિત 5G ડેટાનો લાભ આપવામાં આવશે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો, આ પ્લાન સાથે ફ્રી tv એક્સેસ પણ આપવામાં આવશે.
ગ્રાહકોને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 199 રૂપિયાનો પ્લાન આપવામાં આવ્યો છે. પરંતુ આ પ્લાનમાં કંપની અનલિમિટેડ 5G ડેટાનો લાભ નહીં આપે. આ પ્લાન સાથે દરરોજ 1.5 જીબી ડેટા, અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ઉપરાંત Jio એપ્સની ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે. ગ્રાહકોને હવે અનલિમિટેડ 5G ડેટા પ્લાન સસ્તા કરતા ગ્રાહકોને ફાયદો થશે.
Source link