GUJARAT

Mahisagarના લુણાવાડામાં ધોધમાર વરસાદ, લોકોમાં ખુશીનો માહોલ

  • અડધા કલાકથી લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
  • માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારો પાણી પાણી થયા
  • વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા અડધા કલાકથી લુણાવાડા શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડા શહેરમાં વરસાદને કારણે માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે.

માર્ગ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ઉકળાટમાંથી થોડાક અંશે રાહત મળી છે. સતત વરસી રહેલા વરસાદથી માર્ગ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો તેમજ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં વરસાદની અછત વચ્ચે કાચા સોનાર સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે.

રાપર શહેરમાં એક કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ

રાપર શહેરમાં આજે સાંજે ચાર વાગ્યા બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા એક કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, આજે સખત ઉકળાટ વચ્ચે રાપર શહેર નંદાસર, કલ્યાણપર, સલારી, ગેડી, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદના ઝાપટા વરસ્યા હતા. રાપર શહેરમાં દોઢ બે કલાક સુધી ધબધબાટી બોલાવતા શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય બજારો જાણે નદીનું વહેણ હોય તે રીતે જોવા મળતા હતા, ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો હતો.

તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરી મેઘરાજા મહેરબાન

ગીર સોમનાથના તાલાલા શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે અને તાલાલામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાલાલાના માધુપુર ગીર, ધાવા, સુરવા, ગુંદરણ, સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે અને વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

અમરેલી તાલુકાના દેવળિયા ગામના ચેકડેમો થયા ઓવરફ્લો

ત્યારે અમરેલીમાં પણ અવિરત વરસાદના કારણે દેવળિયાની સ્થાનિક નદી પાણીથી છલકાઈ છે. અમરેલી તાલુકાના દેવળિયા ગામના ચેકડેમો ઓવરફ્લો થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા ચેકડેમો છલકાતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button