- રાજકોટ અગ્નિકાંડ બાદ 652 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 298 યુનિટ ખોલવામાં આવ્યા
- 144 શાળાઓ, 25 થિયેટર, 81 સ્ક્રીન, 129 ફૂડ કોર્ટ પુનઃ ખોલાયા
- બાંહેધરી પત્રક ભર્યા બાદ પુનઃ ખોલાયા
રાજકોટ બનેલી ગોઝારી અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ઘણા એકમોને સીલ કરી દીધા હતા. આ AMCએ સીલ કરેલા એકમો ફરીથી ખોલવામાં આવ્યા છે. અત્યારે સુધી શહેરમાં કુલ 652 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 298 એકમ પુનઃ ખોલવામાં આવ્યા છે.
બાંહેધરી પત્રક ભર્યા બાદ એકમોને પુનઃ ખોલવા દેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે શહેરમાં કૂલ 298 એકમો ફરીથી ખોલવામાં આવ્યા છે. જેમાં 144 શાળાઓ પુનઃ ખોલવામાં આવી છે. 25 સિનેમાગૃહ અને 81 સ્ક્રીન પુનઃ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ 129 ફૂડ કોર્ટને પણ પુનઃ ખોલી નાખવામાં આવ્યા છે. જો કે આ તમામ એકમોની પાસેથી બાંહેધરી પત્રક ભર્યા બાદ પુનઃ ખોલવા દેવામાં આવ્યા છે.
ફાયર NOC અને BU પરમિશન વગરના એકમોને સીલ કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેમિંગ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા AMC દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતી પ્રિમાઈસિસમાં કરેલા ચેકિંગ દરમિયાન ફાયર NOC અને BU પરમિશન વગરના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. ત્યારે AMC દ્વારી સીલ કરવામાં આવેલા એકમો પૈકી એક પણ એકમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કે વધારાના બાંધકામને રેગ્યુલરાઈઝ કરાવવા માટે BU મેળવવા માટે અત્યાર સુધી કોઈ અરજી કરવામાં આવી નથી.
અગ્નિકાંડ બાદ કડક બનેલા તંત્રએ ફાયર NOC અને BUનું 100 ટકા પાલન કરનાર એકમોના જ સીલ ખોલી આપવામાં આવશે તેવુ કહ્યું હતું અને AMCએ શહેરમાં હોટલ, રેસ્ટોરેન્ટ, મુવી થિયેટર, શાળા, કોલેજો, હોસ્પિટલો, વગેરે સહિતના ઘણા એકમોને સીલ કર્યા હતા.
Source link