NATIONAL

Indian Railwayમાં મુસાફરી કરતા પહેલા રાખજો આ-ધ્યાન, કામના કારણે ટ્રેનના બદલાયા રૂટ

  • રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે
  • આગ્રા ડિવિઝનના કુબેરપુર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
  • જાણો કઈ કઈ ટ્રેનને અસર થઈ છે અને કેટલી ટ્રેનનો માર્ગ બદલાયો છે

ઉત્તર મધ્ય રેલ્વેના આગ્રા ડિવિઝન પર ટુંડલા-આગ્રા ફોર્ટ સેક્શનના કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઈન અને ગુડ્સ શેડના વિસ્તરણના સંબંધમાં યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતવાર માહિતી જાણવવામાં આવી છે.

પરિવર્તિત માર્ગથી ચાલશે આ ટ્રેન

  1. 20 અને 27 ઓગસ્ટ 2024 ના રોજ સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બાંડીકુઈ-બિચપુરી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બાંદિકૂઈ-બિચપુરી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ અને ટુંડલા સ્ટેશનો પર નહીં જાય.
  2. 21 અને 28 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન આગરા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.
  3. 28 ઓગસ્ટ, 2024ના રોજ, પટનાથી દોડતી ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ટુંડલા-આગ્રા ફોર્ટ-પાટલી-બયાનાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉડી મોડ-આગ્રા કેન્ટ-પાટલી થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.
  4. 23 ઓગસ્ટ, 2024 ના રોજ, રાજકોટથી દોડતી ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ બયાના-પાટલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-પાટલી-આગ્રા કેન્ટ-ઉડી મોડ-ઈટાવા થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશન પર નહીં જાય.

કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી

આ સિવાય પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝન પર કટની મુડવારા-બીના સેક્શનમાં દમોહ સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ ડિવિઝનથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. ઈન્ટરલોકિંગની કામગીરીને પગલે કેટલીક ટ્રેનો પર તેની અસર થશે અને કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના વિશે વધુ જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકશો. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button