NATIONAL

Delhi :રાહુલ ગાંધીની નાગરિકતા સામેની અરજીને PIL ગણવામાં આવશે

  • ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ તેમની નાગરિકતા રદ કરવા માગણી કરી છે
  • રાહુલ ગાંધી પર બ્રિટિશ નાગરિક હોવાનો આરોપ
  • રાહુલે ભારતીય નાગરિક બનીને બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનો ભંગ કર્યો છે

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવા માટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.આ અરજીને જાહેર હિતની અરજી સમજીને કોર્ટ દ્વારા તેની સુનાવણી કરવામાં આવશે.

સ્વામીએ અરજીમાં કહ્યું છે કે કોર્ટ કેન્દ્રનાં ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધીની અરજી રદ કરવા આદેશ આપે. કોર્ટે જ્યારે સ્વામીની અરજીને જાહેર હિતની અરજી(PIL) ગણવા કહ્યું ત્યારે સ્વામીએ જવાબ આપ્યો હતો કે કોર્ટને યોગ્ય લાગે તે રીતે સુનાવણી કરી શકે છે. આ ભારત સરકાર સાથે જોડાયેલો મામલો છે હું મારા વ્યકિતગત લાભને કારણે કોઈ અરજી કરતો નથી. મારા દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલી ફરિયાદ સ્વીકારવામાં આવી છે અને તેનાં પર રાહુલ ગાંધીનો જવાબ માંગવામાં આવ્યો છે. જો કે આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી કે તેમને કોઈ જાણ કરવામાં આવી નથી.

રાહુલ ગાંધી પર બ્રિટિશ નાગરિક હોવાનો આરોપ

એડવોકેટ સત્ય સભરવાલ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે 6 ઓગસ્ટ 2019નાં રોજ કેન્દ્રના ગૃહમંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં એવો નિર્દેશ કરાયો હતો કે રાહુલ ગાંધીએ બ્રિટિશ સરકારને એવું જણાવ્યું છે કે તેઓ બ્રિટનના નાગરિક છે. તેમણે ભારતીય નાગરિક બનીને બંધારણની કલમ 9 અને ભારતીય નાગરિકતા અધિનિયમનો ભંગ કર્યો છે. આથી તેઓ હવે ભારતીય નાગરિક ગણી શકાય નહીં. આ મામલે ગૃહમંત્રાલયને વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button