GUJARAT

Ahmedabad: સત્તાનું ભાન ભૂલીને ભૂલનો ભોગ નિર્દોષ બનતા કલેકટરને હાઇકોર્ટનું તેડુ

  • બેદરકારી બદલ કલેકટરને ખુલાસો આપવા હાઇકોર્ટનો નિર્દેશ
  • લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક વૃદ્ધની 7 દિવસ માટે અટકાયત કરાઈ હતી
  • તમે આ પ્રકારે લોકોને ખોટી રીતે હેરાન ના કરી શકો: ચીફ્ જસ્ટિસ

અમદાવાદ કલેકટરને ગુજરાત હાઇકોર્ટનું તેડુ આવ્યું છે. જેમાં સત્તાનું ભાન ભૂલીને ભૂલનો ભોગ નિર્દોષ બને તે ચલાવી ન લેવાય તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. તેમાં બેદરકારી બદલ કલેકટરને ખુલાસો આપવા હાઇકોર્ટનો નિર્દેશ છે. મિલકતના ખોટા કેસમાં કલેકટરની ભૂલે વૃદ્ધને 7 દિવસ જેલમાં રહેવું પડયું હતું.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક વૃદ્ધની 7 દિવસ માટે અટકાયત કરાઈ હતી

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક વૃદ્ધની 7 દિવસ માટે અટકાયત કરાઈ હતી. નિર્દોષ વૃદ્ધની ખોટી રીતે થયેલ અટકાયતનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. 2023માં મિલ્કતના ખોટા કબજાના આરોપ સબબ 65 વર્ષીય એક વૃદ્ધની ગેરકાયદે અટકાયત કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટરનો ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટની ખંડપીઠે તત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર પાસેથી ફરજમાં બેદરકારી મામલે તેમની વિરૂદ્ધ શા માટે કાર્યવાહી ના કરવી તે મુદ્દે ખુલાસો માંગ્યો હતો.

તમે આ પ્રકારે લોકોને ખોટી રીતે હેરાન ના કરી શકો: ચીફ્ જસ્ટિસ

ચીફ્ જસ્ટિસે રાજય સરકારને ઝાટકતાં જણાવ્યું હતું કે, આ કોઇ સામાન્ય ભૂલ નથી. તમે આ પ્રકારે લોકોને ખોટી રીતે હેરાન ના કરી શકો. તમારી ભૂલના કારણે અરજદારને જેલમાં જવુ પડયુ, તેથી અમે ગૃહ સચિવને તપાસ સોંપી રહ્યા છીએ. આ પ્રકારની સખ્તાઇ કોઇપણ રીતે સાંખી શકાય નહી. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી તા.28 ઓગસ્ટના રોજ મુકરર કરી હતી. હાઇકોર્ટે ગંભીર નારાજગી સાથે જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહીબીશન)એકટ-2020 હેઠળ રચાયલેી કમીટી દ્વારા કરાયેલી તપાસના મૂળ રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, સીટી ડેપ્યુટી કલેકટર(અમદાવાદ પૂર્વ)ના અહેવાલની તપાસ કરીને રેકોર્ડની તપાસ કર્યા વિના જ પ્રસ્તુત કેસમાં એફ્આઇઆર માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર અને કમીટીના અન્ય સભ્યોને આગામી મુદતે ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો

કલેકટરના વડપણ હેઠળની કમીટી અરજદાર વિરૂધ્ધ એફ્આઇઆર દાખલ કરવાના નિર્ણયમાં બહુ કેઝયુઅલ રીતે વર્તી છે અને તેના કારણે, 65 વર્ષના અરજદારને સાત દિવસ જેલના સળિયા પાછળ રહેવુ પડયુ હતું. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા કલેકટરના વડપણ હેઠળની કમીટી ઓરીજનલ રેકોર્ડની તપાસ કર્યા વિના અને માત્ર સીટી ડેપ્યુટી કલેકટર(અમદાવાદ પૂર્વ)ના અભિપ્રાય કે જે ખોટો હતો, તેના આધારે જે પ્રકારે વર્તી છે તે મામલામાં તપાસ કરવા માટે રાજયના ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને સૂચિત કરવામાં આવે. આ સમગ્ર મામલે તત્ત્કાલીન અમદાવાદ જિલ્લા કલેકટર અને કમીટીના અન્ય સભ્યોને આગામી મુદતે ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button