GUJARAT

Gujarat Monsoon Assembly: કાળા જાદુના બિલની ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળ

  • સી.જે. ચાવડા અને અર્જુન મોઢવાડીયા પર કાળો જાદુ કરવામાં આવ્યોઃ શૈલેષ પરમાર
  • કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુ માંથી છૂટ્યો છુંઃ સી.જે. ચાવડા
  • બ્લેક મેજીક જેવી પ્રવૃત્તિઓ બાબતે કાયદો નથી: હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન આજે ગૃહમાં કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ કાળા જાદુ બિલને લઈ કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ટિપ્પણી કરતા કહ્યું કે, સી.જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. જેથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતાં રહ્યા છે.

સી જે ચાવડાએ આપ્યો જવાબ

શૈલેષ પરમારે કરેલ ટિપ્પણના જવાબમાં કોંગેસ છોડીમાં ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા સી. જે. ચાવડાએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હું કાળા જાદુમાંથી છૂટ્યો છું. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં રમુજી ટીખળથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી: હર્ષ સંઘવી

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરતા કહ્યું કે, બ્લેક મેજીક જેવી ચાલતી પ્રવૃત્તિઓ બાબતે રાજ્યમાં કોઈ કાયદો નથી, તે લાવવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા 2023ને હાલ અનુસરાઈ રહ્યું છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ બ્લેક મેજીક જેવી પ્રવૃતિઓ વિરૂદ્ધ કાયદો છે અને ભારતમાં આવી ઘણી બાબતો ધ્યાનમાં આવે છે અને તેને રોકવી જરૂરી છે.

માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ છે કાયદોઃ હર્ષ સંઘવી

ગૃહપ્રધાન હર્ષ સંઘવી વધુમાં જણાવ્યું કે, થોડા સમય અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં વળગાડની શંકા રાખી 2 કલાક સુધી આગ લગાડી દિકરીને ઉભી રખાઈ હતી અને પછી ખેતરમાં જ રાખી હતી. નરબલી થકી લગ્ન થઈ જશે તેમ માની બાળકની હત્યા કરાઈ હતી.

ભુવાઓ માતાજીના હોય છે તેમની રમેલમાં લોકો જાય છેઃ શૈલેષ પરમાર

શૈલેષ પરમારે કહ્યું હતું કે, આશારામ આશ્રમની પાછળ બે બાળકોની બલી ચઢાવાઈ હતી જો એ વખતે આ બિલ હોત તો આશારામ જયપુરની જગ્યાએ સાબરમતી જેલમાં હોત. ભુવાઓ માતાજીના હોય છે તેમની રમેલમાં લોકો જાય છે, અહિંયાથી પણ લોકો જાય છે, લોકોની આસ્થાનો વિષય હોય છે. પોલીસ કોઈને પકડી જાય પછી આવા ડાકણ કે ભૂત ભગાડવા વાળા લોકો ઓછા થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button