- ડિઝિટલ પેમેન્ટને કારણે રોકડ સાચવવાની ઝંઝટ નહી
- મોટાભાગે લોકો UPI પેમેન્ટનો કરે છે ઉપયોગ
- ભૂલથી UPI પેમેન્ટ કોઇ બીજાને થઇ જાય તો ?
આપણે સામાન્ય રીતે હવે ડિઝિટલ પેમેન્ટ જ કરવાનો આગ્રહ રાખીએ છીએ. ભલે જોડે ખિસ્સામાં પૈસા હોય કે ન હોય પણ મોબાઇલ હોવો જોઇએ બસ. એટલે ભલે તમે કેશ ઘરેથી લઇને ન નીકળો પણ યુપીઆઇ પેમેન્ટ કરીને તમે તમારા રોજિંદા વ્યવહાર કરી શકો છો. પરંતુ ઘણી વાર એવું થાય કે કોઇના બદલે કોઇને પેમેન્ટ થઇ જાય ઉતાવળમાં. તો આવા સમયે તે પૈસા પાછા લેવા કેવી રીતે એવો સવાલ થાય. ત્યારે આજે તમને એવી એક ટ્રિક જણાવીએ જેનાથી તમે આસાનીથી રિફંડ મેળવી શકો છો.
ભૂલથી કોઇ બીજાને ચૂકવણી થઇ જાય તો ?
- UPI ચુકવણી સંબંધિત સમસ્યાઓ પર ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર જો તમે ખોટી ચુકવણી કરો છો, તો તમને ફરિયાદના 24 થી 48 કલાકની અંદર પૈસા પાછા મળી જવા જોઈએ. જો મોકલનાર અને મેળવનાર એક જ બેંકમાંથી હોય તો પૈસા ઝડપથી મળી શકે છે, પરંતુ જો બેંકો અલગ હોય તો તેમાં થોડો સમય લાગી શકે છે. ત્યારે આવો જાણીએ તમે કેવી રીતે પૈસા પાછા મેળવી શકો.
- સૌ પહેલા તો જે વ્યક્તિને ભૂલમાં પેમેન્ટ થયુ છે તેનો સંપર્ક કરો અને તમે પેમેન્ટ કર્યુ છે તેનો સ્ક્રિનશોટ શેર કરો અને પૈસા પાછા મોકલે તેવી રિક્વેસ્ટ કરો.
- જો વ્યક્તિ પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે, તો તરત જ ટોલ ફ્રી નંબર 1800-120-1740 પર ફરિયાદ નોંધાવો.
- ખોટી UPI ચુકવણીના કિસ્સામાં, તમે જે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તેના કસ્ટમર સપોર્ટ સાથે વાત કરો અને તમારી ફરિયાદ નોંધો અને વ્યવહારની વિગતો શેર કરો.
- જો તમે ભૂલથી આવો ટ્રાન્ઝેક્શન કરો છો અને તમારા પૈસા બીજા કોઈને જાય છે, તો તમે તમારી બેંકનો સંપર્ક કરી શકો છો, બેંક તમારા પૈસા પરત કરવામાં મદદ કરી શકે છે.
NPCI માં ફરિયાદ દાખલ કરો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરે છે. તમે તમારી ફરિયાદ ત્યાં નોંધાવી શકો છો. તે તમને તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે. આ સરળ પગલાંને અનુસરીને તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો અને તમારા ડિજિટલ ચુકવણી અનુભવને સરળ બનાવી શકો છો.
Source link