GUJARAT

Mehsana જિલ્લામાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળ્યુ

  • ગોડાઉનમાં અનાજ સડેલું હોવાની વિગત સામે આવી
  • ગરીબોને સસ્તા દરે મળતું અનાજ સડેલું નીકળ્યું
  • અનેક સ્થળે તુવરદાળ પાવડર બની ગઈ હોવાની ફરિયાદ

મહેસાણા જિલ્લામાં સડેલા અનાજનો જથ્થો મળ્યો છે. જેમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારમાં સડેલું અનાજ મળ્યુ છે. ગોડાઉનમાં અનાજ સડેલું હોવાની વિગત સામે આવી છે. તેમાં તુવેરદાળમાં જીવડાં હોવાની ફરિયાદ થઇ છે. જેમાં ગરીબોને સસ્તા દરે મળતું અનાજ સડેલું નીકળ્યુ છે.

ગોડાઉનમાં જ અનાજ સડેલું હોવાની વિગત સામે આવી

મહેસાણા જિલ્લામાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારમાં ફળવાયેલો અનાજનો જથ્થો સડેલો આવ્યો છે. જેમાં તુવર દાળમાં જીવડાં હોવાની ચોતરફ ફરિયાદ ઉઠી છે. તેમાં અનેક સ્થળે તુવરદાળ પાવડર બની ગઈ હોવાની ફરિયાદ છે. તેમજ ગરીબોને સસ્તા દરે મળતું અનાજ સડેલું હોય છે. ગોડાઉનમાં જ અનાજ સડેલું હોવાની વિગત સામે આવી છે. તાજેતરમાં સુરતમાં પુરવઠા વિભાગે સરકારી નિયમોનું ઉલ્લંધન કરવા બદલ રૂપિયા 1.35 કરોડનો અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં પાંડેસરામાં અગ્રવાલ ટ્રેડીંગ કંપનીમાં રહેલો રૂ.1.35 કરોડના અનાજનો જથ્થો મળ્યો છે. ટ્રેડિંગના માલિકે પુરવઠા વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

પુરાઓ હોવા છતાં પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે તેમ વેપારીએ જણાવ્યું

અનાજનો જથ્થો વેચવા માટેના તમામ પુરાઓ હોવા છતાં પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે તેમ વેપારીએ જણાવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા પાંડેસરા ન્યુ હરિધામ ખાતે આવેલ અગ્રવાલ ટ્રેડીંગમાં તપાસ કરતા પેઢીનું રજીસ્ટ્રેશન સરકારના ઓનલાઈન પોર્ટલ પર કરાયું ન હતું. વેચાણ ખરીદી માટેનું રજીસ્ટર ન હોવાની સાથે ફાયરનું એનઓસી પણ ન હતી. તેમજ આ જગ્યા એનએ પણ કરવામાં આવી ન હતી. તેમજ ચોખા, ઘઉં, કઠોળ અને દાળના સ્ટોકમાં ફેરફાર કરાયો હોય તેમ દેખાયો હતો. પુરવડવાની કામગીરી સામે અગ્રવાલ ટ્રેડિંગના માલિકે સવાલો ઊભા કર્યા હતા. પુરવઠા વિભાગના અધિકારીઓ તમામ પુરાવા હોવા છતાં ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. સરકારની પોર્ટલ ટેકનિકલ સમસ્યા હોવાના કારણે રજીસ્ટ્રેશન નહીં થઈ રહ્યું છે. રજીસ્ટ્રેશન ન થવા બાબતે જિલ્લા સેવાસદનમાં 10 વખત રજૂઆત કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button