- આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ
- કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ થતા 15થી વધુ લોકો ઘાયલ
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ અચ્યુતપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં થયો હતો જેમાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે NTR હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી
કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટ થતા 15થી વધુ લોકો ઘાયલ
આંધ્રપ્રદેશમાં અચ્યુતપુરમ SEZ સ્થિત એક કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મુજબ, આ દુર્ઘટના લંચ સમયે બની હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળના વિઝ્યુઅલમાં રિએક્ટરમાંથી ધુમાડો નીકળતો અને આસપાસના ગામોને ઘેરી લેતો જોવા મળે છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનાકપલ્લે SP દીપિકાએ કહ્યું કે, અચ્યુતાપુરમ સેઝની એક કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટની ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગૃહમંત્રીએ સૂચના આપી
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને એસપીને વિસ્ફોટની જગ્યાની મુલાકાત લેવા અને ઘાયલ કામદારોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.
Source link