- મહારાણી રાધિકારાજે ગાયકવાડે વડોદરામાં મૌન માર્ચ કરી હતી
- આ વિરોધમાં રેલી લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન ચાલી હતી
- આ સિવાય LGBTQI સમુદાય પણ વડોદરાની મૌન રેલીમાં જોડાયો હતો
કોલકાતા દુષ્કર્મ કેસનાં વિરોધમાં હવે વડોદરાના મહારાણી જોડાઈ ગયા છે. કોલકાતા દુષ્કર્મ કેસનાં વિરોધમાં વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડની મૌન માર્ચ કરી હતી. આ વિરોધમાં મહારાણીની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ વિરોધમાં રેલી લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન ચાલી હતી. રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માંગ સાથે મહિલાઓ રોડ પર જોવા મળી હતી. આ સિવાય LGBTQI સમુદાય પણ વડોદરાની મૌન રેલીમાં જોડાયો હતો.
કાળા કપડાં પહેરીને મહિલાઓનો કર્યો વિરોધ
કોલકાતા રેપ કેસનાં વિરોધમાં હવે વડોદરાના મહારાણી મેદાનમાં ઉતર્યા છે. વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડની મૌન માર્ચમાં લોકો કાળા વસ્ત્રો ધારણ કરીને જોડાયા હતા. આ સિવાય રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી હતી.
અનેક જગ્યાઓએ થયા વિરોધ
કોલકાતામાં હોસ્પિટલની અંદર ડોક્ટર સાથે બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણા શહેરોમાં ડોક્ટરો હડતાળ પર છે અને આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે. આ સિવાય દેશમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીથી કોલકાતાના ડોકટરો રસ્તા પર ઉતર્યા હતા. દિલ્હી AIIMSના ડોક્ટરોએ પણ વિરોધ શરૂ કરી દીધો હતો. એઈમ્સ સિવાય આરએમએલ, સફદરજંગ, લેડી હાર્ડિંજ જેવી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કર્યો હતો. આ વિરોધની સીધી અસર ઓપીડીમાં આવતા દર્દીઓ પર પડી હતી. આજથી તમામ રેસિડેન્ટ ડોક્ટર ઈમરજન્સી સિવાયના કોઈપણ વિભાગમાં કામ કરશે નહીં.
કોર્ટની અપીલ પછી હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો
કોર્ટની અપીલ પછી દિલ્હી AIIMS ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને તેની 11 દિવસની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. RDAએ કહ્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં અને જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં અપીલ પર લેવામાં આવ્યો છે. આ સાથે જ RML હોસ્પિટલના ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો છે.
Source link