GUJARAT

Vadodara News: કરજણ તાલુકાના ચોરંદા મુકામે ક્રાંતિદિનની ઉજવણી કરાઇ

  • સ્વ.અંબાલાલ ગાંધીની સ્મૃતિમાં ઉજવાતો ક્રાંતિદિન
  • આઝાદીની લડતમાં અંગ્રેજોને આગળ વધતાં રોકવા રેલવેના પાટા ઉખેડયાં હતા
  • રેલવેના પાટા કાઢવામાં તમારી સાથે કોણ કોણ હતું

કરજણ તાલુકાના ચોરંદા ગામના સ્વ.અંબાલાલ ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજોની લડતમાં અંગ્રેજોને આગળ જતા રોકવા માટે ચોરંદાથી ભરથાલી ગામ સુધીના રેલવેના પાટા ઉખાડી ફેંકી દીધા હતા. જેથી શિનોર બચી ગયું હતું. શિનોરને નુકસાનથી બચાવેલ અંગ્રેજોએ સ્વ. અંબાલાલ ગાંધી સાથે કારો કેર વટાવવા છતાં અન્ય સાથીનું નામ લીધું નહોતું. જે ઘટના તા. 22 ઓગસ્ટના રોજ બનેલ હતી. જે દિવસને દર વર્ષે ચોરંદા રેલવે સ્ટેશન ક્રાંતિ દિન તરીકે ઉજવે છે.

ચોરંદા ગામના સ્વ. અંબાલાલ ગાંધીના માનમાં જેઓએ 1942માં હિન્દ છોડો ના આહવાનથી શિનોરના રહીશોએ અંગ્રેજોના પોલીસ થાણા, પોસ્ટ ઓફ્સિ, રેલવે સ્ટેશન સળગાવી દીધા હતા. જેની જાણ અંગ્રેજોને થતા અંગ્રેજ સૈનિકો સિનોરને સળગાવી દેવા માટેની તૈયારી બતાવી હતી. જેઓ અંગ્રેજ સૈનિકો, શિનોર જવાના હોવાની જાણ થતા ચોરંદા ગામના સ્વ. અંબાલાલ ગાંધી એ પોતાની આગેવાનીમાં અંગ્રેજોના સૈનિકોને શિનોર ન પહોંચે એ માટે ચોરંદા થી ભરથાલી ગામ વચ્ચેના રેલવે પાટા ઉખાડીને તળાવમાં ફેંકી દેવાનું કાર્ય કરેલ હતું. જેની જાણ અંગ્રેજોને થતા સ્વ. અંબાલાલ ગાંધીને પકડીને બરફ્ની લાદી પર સુવડાવીને મીઠું છાંટીને હેન્ટરો મારીને કાળો કેર કરજણ બજારમાં ગુજાર્યો હતો. રેલવેના પાટા કાઢવામાં તમારી સાથે કોણ કોણ હતું. ત્યારે સ્વ. અંબાલાલ ગાંધી પોતાના સાથે મિત્રોનો કોઈનું નામ આપેલ નહોતું ફ્ક્ત એક જ જવાબ આપતા હતા. વંદે માતરમઇ. વંદે માતરમ… આવા કાર્યકરને યાદ કરવા માટે દર વર્ષે ચોરંદા રેલવે સ્ટેશનને ક્રાંતિ દિનની ઉજવણી થાય છે. તા. 22 ઓગસ્ટ ક્રાંતિ દિન નિમિત્તે ગાંધી પરિવાર સહિત ગ્રામજનો એકત્ર થઈને ચોરંદા રેલવે સ્ટેશન એ ધ્વજવંદન વિધિ જે કરજણ રેલવે સ્ટેશનના અધિક્ષક સુશીલ કુમારના હસ્તે ધ્વજવંદન વિધિ કરાઇ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button