NATIONAL

DMRC: દિલ્હી મેટ્રોએ તોડ્યો રેકોર્ડ,એક દિવસમાં 77 લાખ મુસાફરોએ મુસાફરી કરી

  • દિલ્હીની લાઇફલાઇન ગણાય છે મેટ્રો
  • મેટ્રો ટ્રેને વધુ એકવાર બનાવ્યો રેકોર્ડ
  • 20 ઑગષ્ટે સૌથી વધારે લોકોએ કરી ટ્રેનમાં સવારી
દિલ્હીની લાઈફલાઈન ગણાતી મેટ્રોએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 20 ઓગસ્ટ 2024 મંગળવારના રોજ દિલ્હી મેટ્રોમાં મહત્તમ મુસાફરોએ મુસાફરી કરી હતી. મંગળવારે મેટ્રોમાં 77 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ સાથે DMRCએ પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. રક્ષાબંધનના બીજા દિવસે મુસાફરોના ધસારાને જોતા ડીએમઆરસીએ સામાન્ય કરતા વધુ મેટ્રો દોડાવી હતી.

77 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી 
ડીએમઆરસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે દિલ્હી મેટ્રોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. મંગળવારે મેટ્રોમાં કુલ 77 લાખ 48 હજાર 838 મુસાફરોએ મુસાફરી કરી જે એક નવો રેકોર્ડ છે. ભારે ભીડને જોતા ડીએમઆરસીએ કેટલીક વધુ મેટ્રો પણ દોડાવી હતી. જેના કારણે લોકોને મુસાફરી કરવી સરળ બની હતી. અગાઉ 13 ઓગસ્ટે દિલ્હી મેટ્રોમાં 72 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
MOU પર હસ્તાક્ષર કર્યા
ડીએમઆરસી અને એનસીઆરટીસીએ મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બંનેએ એક MOU પર હસ્તાક્ષર કર્યા છે જે DMRC અને NCRTCની ટિકિટિંગ સિસ્ટમને એકીકૃત કરશે. આનાથી મુસાફરોને દિલ્હી-એનસીઆરમાં કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરવામાં મદદ મળશે. આ MOU પર DMRCના MD ડૉ. વિકાસ કુમાર અને NCRTCના MD શ્રી શલભ ગોયલની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રેલવે સ્ટેશન પર નહી જોવા મળે લાઇનો
આ એકીકરણ સાથે મુસાફરો એક જ પ્લેટફોર્મ પર NCRTC અને DMRC બંનેની QR કોડ ટિકિટ ખરીદી શકશે. NCRTC ટિકિટો DMRC સારથી (Momentum 2.0) એપ પર ખરીદી શકાય છે, અને DMRC QR ટિકિટ NCRTC મોબાઇલ એપ દ્વારા ખરીદી શકાય છે. આનાથી NCRTC અને DMRC સ્ટેશનો પર લાઇનો ઓછી થઇ જશે અને મુસાફરોનો સમય બચશે. આ કામગીરીથી ડિજિટલ વ્યવહારો અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પરિવહનને પણ પ્રોત્સાહન આપશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button