- અંબાજીમાં અડધો કલાકમાં પાણી જ પાણી
- બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા
- અંબાજીમાં ધર્મશાળાના પરિસરમાં પાણી ઘુસ્યા
અંબાજી અમદાવાદ હાઇવે બેટમાં ફેરવાયો છે. જેમાં અંબાજીમાં અડધો કલાકમાં પાણી જ પાણી થયુ છે. બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. અંબાજીમાં ધર્મશાળાના પરિસરમાં પાણી ઘુસ્યા છે. હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિકજામ સર્જાયો છે.અંબાજીમાં ભારે વરસાદના પગલે બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયા છે.
અંબાજી અમદાવાદ હાઇવે બેટમાં ફેરવાયો
અંબાજી અમદાવાદ હાઇવે બેટમાં ફેરવાયો છે. જેમાં ધર્મશાળાઓના ગેટમા પાણી ઘુસ્યા છે. અંબાજી અમદાવાદ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે. અંબાજીમાં જયારે આભ ફાટયુ હોય તેમ અડધો કલાક અંબાજી શહેર પાણી પાણી થયું છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં અગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે, રાજયમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને સારો વરસાદ મળી રહેશે.આજે દક્ષિણ,પૂર્વ,મધ્ય, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં અપાઈ અતિભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત,અમદાવાદ,સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, ભાવનગર,ગીરસોમનાથ, દીવ,બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,મધ્યપ્રદેશથી આ સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને સારો વરસાદ આપશે,નદી નાળા તેમજ ડેમ છલકાઈ જશે એવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે,બીજી તરફ હાલ આજ સવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો છે,અને અગામી સમયમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઈ છે.
સવારે 6થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 થી 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ બગસરામાં પોણા 4 ઇંચ વરસાદ,દહેગામમાં સવા ત્રણ ઈંચ, નડીયાદમાં 3 ઇંચ,સાગબારામાં 3 ઇંચ, મહુધા, કપડવંજમાં અઢી ઇંચ,ઉમરપાડા અને કુકરમુંડામાં 2-2 ઇંચ,સોજીત્રામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.14 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો 65 તાલુકાઓમાં સામાન્યથી 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
Source link