NATIONAL

Adani: અદાણી પાવર દ્વારા લેન્કોના સંપાદનથી દેશના વીજ ઉત્પાદનમાં વધારો

  • કંપનીની કુલ કાર્યકારી ક્ષમતા 15,850 મેગાવોટ સુધી વધશે
  • લેન્કો અમરકંટક સંપાદન કરવાનો સોદો 60 દિવસમાં પૂર્ણ થશે
  • અદાણી પાવરની વીજ ઉત્પાદક તરીકેની સ્થિતિ વધુ મજબૂત થશે

અદાણી પાવર લિમિટેડ (APL) દ્વારા લેન્કો અમરકંટક સંપાદન કરવાનો સોદો 60 દિવસમાં પૂર્ણ થવાનો છે. લગભગ રૂ. 4,101 કરોડમાં અદાણી પાવર લેન્કો અમરકંટકને હસ્તગત કરશે. આ વ્યૂહાત્મક સંપાદનથી અદાણી પાવરની ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની વીજ ઉત્પાદક તરીકેની સ્થિતિ વધુ મજબૂત થશે. દરમિયાન NCLTની મંજૂરી બાદ 20 ઑક્ટોબર પહેલા આ ડીલ પૂર્ણ થશે. દરમિયાન શેરબજારમાં અદાણી પાવર લિમિટેડના શેરમાં 2%થી વધુનો વધારો થયો હતો.

લેન્કો અમરકંટક છત્તીસગઢના કોરબા જિલ્લામાં 600-મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ ચલાવે છે, જે હરિયાણા અને મધ્યપ્રદેશને લાંબા ગાળાના વીજ ખરીદી કરારો હેઠળ વીજળી સપ્લાય કરે છે. આ સોદા બાદ અદાણી પાવરની કુલ કાર્યકારી ક્ષમતા 15,850 મેગાવોટ સુધી વધવાની સંભાવના છે.

વધતી જતી વીજ માંગને પહોંચી વળવા 80 ગીગાવોટ સુધીનો ઉમેરો

ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, વધતી જતી વીજ માંગને પહોંચી વળવા માટે ભારતને કોલસા આધારિત પાવર પ્લાન્ટના 80 ગીગાવોટ સુધીનો ઉમેરો કરવાની જરૂર પડશે. નાદારીના કારણે બંધ પાવર પ્લાન્ટને એક્ટીવેટ કરવાથી 49 GW જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા વધી જશે. એક ડેટા અનુસાર ભારતમાં 12 સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા નાદારીની કાર્યવાહી હેઠળ છે.

અદાણી પાવર લિમિટેડના શેરમાં 2%થી વધુનો વધારો થયો

નાદાર લેન્કો અમરકંટક પાવર લિમિટેડને રૂ. 4,101 કરોડમાં હસ્તગત કરવા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળ્યા બાદ શુક્રવારે શરૂઆતના વેપારમાં અદાણી પાવર લિમિટેડના શેરમાં 2%થી વધુનો વધારો થયો હતો. છેલ્લા 12 મહિનામાં આ સ્ટોક 111% અને YTD 32% વધ્યો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર અદાણી પાવરને ટ્રેક કરતા વિશ્લેષકે ‘બાય’ રેટિંગ આપ્યું છે.

નવો પ્લાન્ટ સ્થાપવામાં 5-7 વર્ષનો સમય લાગશે

લેન્કો અમરકંટક પાવર ખરીદવાના ફાયદાઓની વાત કરીએ તો, નવો પ્લાન્ટ સ્થાપવામાં 5-7 વર્ષનો સમય લાગશે. જેમાં જમીન ખરીદવાનો, ઈમારતો બાંધવાનો, સાધનસામગ્રી ખરીદવાનો અપફ્રન્ટ ખર્ચ ઓછો થશે. વળી નાદાર પ્લાન્ટ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે.

લેન્કો અમરકંટકના ટોચના લેણદારોમાં PFC, REC, IDBI બેંક છે. અદાણી પાવર તેના આંતરિક સંસાધનો દ્વારા એક્વિઝિશન માટે નાણાં એકત્ર કરશે અને લેન્કોનું હાલનું દેવું ચૂકવશે.

અદાણી પાવર હાલમાં 9 પાવર પ્લાન્ટ દ્વારા 15,250 મેગાવોટની વર્તમાન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જ્યારે કંપની કાર્બનિક અને અકાર્બનિક વિસ્તરણ દ્વારા ક્ષમતાને 10,700 મેગાવોટ સુધી વિસ્તરણની યોજના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button