- લોકોને મેળામાં તાજો જ ખોરાક ગ્રાહકોને મળી રહે તે હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી
- શ્રાવણી લોક મેળામાં નાસ્તાના સ્ટોલ ધારકોને ત્યાં ફૂડ વિભાગનું ચેકિંગ
- અન્ય ભેળસેળ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો
જામનગર શહેરમાં યોજાયેલા શ્રાવણી લોક મેળામાં કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકોને મેળામાં તાજો જ ખોરાક ગ્રાહકોને મળી રહે તે હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી છે.
પાણીપુરી, ભેળ, રગડો, આઈસ ગોલાનું ચેકિંગ
જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા લોકમેળામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. શહેરના પ્રદર્શન મેદાન ખાતે આવેલા શ્રાવણી લોક મેળામાં નાસ્તાના સ્ટોલ ધારકોને ત્યાં ફૂડ વિભાગ દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ પાણીપુરી, ભેળ, રગડો, આઈસ ગોલા, પાઉંભાજી, ઢોંસા તમામ ચીજ વસ્તુઓનું ચેકીંગ કરવામા આવી રહ્યું છે.
મેળામાં આરોગ્ય પ્રદ, ફ્રેશ ખોરાક મળે તે હેતુથી ચેકિંગ
ખાસ કરીને શ્રાવણી મેળાની શરૂઆતના બીજા દિવસે આરોગ્ય ખાતા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મેળામાં આરોગ્ય પ્રદ અને તાજો ખોરાક મળી રહે તેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાદ્ય પદાર્થના નામે ભેળસેળ અને કલરયુક્ત ખાદ્ય પદાર્થ લોકોને ના મળે તે હેતુસર આ કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે આ કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
2 દિવસ પહેલા ગીર સોમનાથમાં પણ 45 કિલો વાસી ફરસાણનો નાશ કરાયો હતો
2 દિવસ પહેલા વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફુડ વિભાગે વ્યાપક ચેકીંગ કર્યુ હતું. પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમે 8 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ અને આ 8 દુકાનોમાંથી ફરસાણ મીઠાઈના કૂલ 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે જ 3 દુકાનદારોને સાફ સફાઈ વ્યવસ્થિત રીતે રાખવા માટે કડક સૂચના પણ આપવામાં આવી હતી.
ત્યારે આ ચેકિંગ દરમિયાન 45 કિલો વાસી ફરસાણ અને 30 કિલો બળેલા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ના થાય તે માટે ફૂડ વિભાગ સતર્કતાની કામગીરી કરી રહ્યો છે. ત્યારે અઠવાડિયામાં બીજી વખત ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળિયા કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
Source link