ENTERTAINMENT

KBCમાં પુછાયો હાર્દિક-સેમસનને લઇને સવાલ, જવાબ આપવામાં ગોથે ચડ્યો સ્પર્ધક!

  • અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ શોને કરે છે હોસ્ટ
  • ક્રિકેટ સાથે સંબંધિત પ્રશ્ન પૂછાતા મુંજાઇ ગયો સ્પર્ધક
  • સવાલના જવાબ માટે સ્પર્ધકે 2 લાઇફલાઇન વાપરી

કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં રામ કિશોર નામના સ્પર્ધકને ક્રિકેટ સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન બહુ અઘરો ન હતો, પરંતુ આ સ્પર્ધકે આ સરળ પ્રશ્નમાં એક નહીં પરંતુ 2 લાઈફલાઈન ગુમાવીને પોતાની જાતને શરમમાં મૂકી દીધી છે. આ સવાલ 80 હજાર રૂપિયા માટે પૂછવામા આવ્યો હતો, જેનો જવાબ જાણવા માટે તેણે પહેલા તેના એક મિત્રને ફોન કર્યો અને પછી ‘ડબલ ડીપ’ લાઈફલાઈનનો પણ ઉપયોગ કર્યો.

શું હતો પ્રશ્ન?

સવાલ એ હતો કે IPL 2024માં કયા ખેલાડીએ ટીમની કેપ્ટનશીપ કરી જેણે ભારત માટે આજ સુધી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. આ માટે શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન અને રિષભ પંતના નામના 4 વિકલ્પોમાં સામેલ હતા.

2 લાઈફલાઈનનો કર્યો ઉપયોગ

આ સવાલનો જવાબ જાણવા માટે રામ કિશોરે સૌથી પહેલા ‘ફોન અ ફ્રેન્ડ’ લાઈફલાઈનનો ઉપયોગ કર્યો. તેના મિત્રો તરફથી કોઈ મદદ ન મળ્યા પછી, તેણે ‘ડબલ ડીપ’ લાઈફલાઈન પર શરત લગાવી, જેમાં એક સ્પર્ધકને એક જ પ્રશ્નના 2 જવાબો આપવાની તક મળે છે અને આ સમય દરમિયાન તે રમત છોડી શકતો નથી. પહેલા પ્રસંગે તેણે શ્રેયસ અય્યરનું નામ લીધું, જેના પર અમિતાભ બચ્ચને કહ્યું કે આ જવાબ ખોટો છે. ત્યારબાદ રામ કિશોરે સંજુ સેમસનનું નામ લીધું, જે સદનસીબે સાચો જવાબ હતો અને તે KBCમાં રૂ. 80 હજારના માઇલસ્ટોનથી આગળ વધવામાં સફળ રહ્યો હતો.

ટેસ્ટ ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે સંજુ સેમસન

IPL 2024માં હાર્દિક પંડ્યા (MI), રિષભ પંત (DC) અને શ્રેયસ ઐયર (KKR) પોતપોતાની ટીમોના કેપ્ટન હતા અને ભારત માટે ઘણી ટેસ્ટ મેચ રમ્યા છે. પરંતુ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને હજુ સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી નથી. આગામી કેટલાક મહિનામાં ભારતે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પછી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. તે પહેલા સેમસન ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કરવા માંગશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button