- ‘સ્ત્રી 2’નો જાદુ દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે
- બોક્સ ઓફિસ પર ફિલ્મનું રેકોર્ડ બ્રેક કલેક્શન ચાલુ
- 500 કરોડના ક્લબમાં સામેલ થનારી બીજી મહિલા લીડિંગ ફિલ્મ
‘સ્ત્રી 2’નો જાદુ દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મનું રેકોર્ડ બ્રેક કલેક્શન ચાલુ છે. શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર દરરોજ ઈતિહાસ રચી રહી છે. હવે આ ફિલ્મે વિશ્વભરમાં જોરદાર કલેક્શન કરીને રૂ.500 કરોડના ક્લબમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ શ્રદ્ધા કપૂરના નામે એક નવો રેકોર્ડ પણ નોંધાયો છે.
‘સ્ત્રી 2’એ વર્લ્ડવાઇડ ડંકો વગાડ્યો
‘સ્ત્રી 2’ના પ્રોડક્શન હાઉસ મેડૉક ફિલ્મ્સે ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન શેર કર્યું છે. આ હિસાબે ‘સ્ત્રી 2’એ 10 દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હોરર-કોમેડી ફિલ્મે કુલ 505 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ‘સ્ત્રી 2’ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થનારી બીજી ભારતીય ફિલ્મ બની છે.
500 કરોડના ક્લબમાં સામેલ થનારી બીજી મહિલા લીડિંગ ફિલ્મ બની
‘સ્ત્રી 2’ એ 500 કરોડની ક્લબમાં સામેલ થઈને ઈતિહાસ રચ્યો છે. શ્રદ્ધા કપૂરે આ શાનદાર કલેક્શન સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, ‘સ્ત્રી 2’ રૂ. 500 કરોડના ક્લબમાં સામેલ થનારી બીજી મહિલા લીડિંગ ફિલ્મ છે. આ પહેલા ઝાયરા વસીમની ‘સિક્રેટ સુપરસ્ટાર’ નંબર વન પર છે જેણે દુનિયાભરમાં 912 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
બીજા શનિવારે કર્યું ઐતિહાસિક કલેક્શન
તમને જણાવી દઈએ કે ‘સ્ત્રી 2’ એ બીજા શનિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. આ ફિલ્મે 33.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે કોઈપણ ફિલ્મનું સૌથી વધુ બીજા શનિવારનું કલેક્શન છે. ‘સ્ત્રી 2’ એ ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 361 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.